<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

એ...એ... ધડામ! શાંતિદૂત બનવા નીકળેલા પાકિસ્‍તાનના ડેપ્‍યુટી PM ઊંધા માથે પટકાયાઃ આખી દુનિયા સામે ફજેતી થઈ

ઇજિપ્ત, તુર્કી અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીઓના સ્‍વાગતમાં પાકિસ્‍તાનના ડેપ્‍યુટી પીએમ અને વિદેશ મંત્રી ઇશાક ડાર આવી રહ્યા હતા, ત્‍યારે તેઓ લથડ્‍યા અને ફલોર પર ધડામ કરતા પટકાયા

ઇસ્‍લામાબાદ તા.૩૦: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે અને અર્થતંત્ર પર અસ્‍થિરતાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આખી દુનિયા અત્‍યારે માત્રને માત્ર આ યુદ્ધનો અંત ઈચ્‍છે છે, આ દરમિયાન પોતાને હીરો બનાવવા માટે પાકિસ્‍તાન સૌથી આગળ આવીને શાંતિદૂત બનવા માગે છે. આ વચ્‍ચે એક વીડિયો સામે આવ્‍યો છે. ઇજિપ્ત, તુર્કી અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીઓના સ્‍વાગતમાં પાકિસ્‍તાનના ડેપ્‍યુટી પીએમ અને વિદેશ મંત્રી ઇશાક ડાર આવી રહ્યા હતા, ત્‍યારે તેઓ લથડ્‍યા અને ફલોર પર ધડામ કરતા પટકાયા હતા.

આ વીડિયો ત્‍યારનો છે જ્‍યારે પાકિસ્‍તાનમાં ઇજિપ્ત અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીઓ હાજર હતા અને ઇશાક ડાર તેમના સ્‍વાગત માટે કાર્પેટ પર જઈ રહ્યા હતા. તેઓ ફૂલ પીસ બ્રોકરની ભૂમિકાવાળા એટીટ્‍યુડમાં હતા. તેમણે પોતાના વાળ પર હાથ ફેરવ્‍યો અને ખૂબ જ ઉત્‍સાહ સાથે આગળ વધ્‍યા. તેઓ જેવા થોડા ડગલાં આગળ વધ્‍યા કે તેમનો પગ ફલોર પર લપસી ગયો હતો. તેઓ પોતાને સંભાળી શક્‍યા નહીં અને ત્‍યાં જ પડી ગયા હતા. ત્‍યારબાદ કેમેરો તેમની તરફથી હટાવી લેવામાં આવ્‍યો હતો. સાઉદી અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓ તેમને સંભાળવા માટે આગળ પણ આવ્‍યા હતા. પાકિસ્‍તાની વિદેશ મંત્રી અને ડેપ્‍યુટી

ઈરાન યુદ્ધ જ્‍યારથી શરૂ થયું છે, પાકિસ્‍તાનને એક જ ડર સતાવી રહ્યો છે કે જો આ મામલો વધશે તો સાઉદી સાથેના ડિફેન્‍સ પેક્‍ટને કારણે તેણે પણ આ યુદ્ધમાં સામેલ થવું પડી શકે છે. એવામાં તે હંમેશા ઈચ્‍છશે કે જલદી જ આ યુદ્ધ ખતમ થાય. આ જ કારણ છે કે તે શરૂઆતથી જ વાતચીતના પક્ષમાં રહ્યો છે. તુર્કી, ઇજિપ્તની સાથે મળીને તેણે આ યુદ્ધને સમાપ્ત કરવાના તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે. તે પોતાના ત્‍યાં વાતચીત કરાવવા માટે પણ તૈયાર છે, કે જો આ યુદ્ધ શાંત થવાનો રસ્‍તો ત્‍યાંથી નીકળ્‍યો, તો ન માત્ર દુનિયામાં તેની વાહ-વાહ થશે, પરંતુ તે અમેરિકાની નજરમાં પણ મહાન બની જશે.

(10:11 AM IST)