હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ
મો. ૯૪ર૭ર પ૪ર૭૬
જીવનમાં ઊતરો! જીવનથી ભાગો નહીં, જીવનમાં ઊંડા ઊતરો. જીવનના બધા રંગોને ઓળખો. ખરેખર જીવન સપ્તરંગી છે. જીવનને ચારે બાજુથી જાણો! તમે જ્યારે જીવનને પૂરેપૂરૂ સમગ્રતાથી જોઈ લેશો ત્યારે તમે પણ અનુભવશો કે – નિશ્ચિત, જીવન વિષવત્ છે. અને તે અનુભવમાત્રમાં જ તમારૂ રૂપાંતરણ થશે. હમણાં તો તમે આ વાતો શાસ્ત્રોમાંથી પકડી લીધી છે. પરંતુ તેનાથી શું વળ્યું? શાસ્ત્રો સાંભળી લીધાં, શાસ્ત્રો વાંચી લીધાં, શાસ્ત્રો કંઠસ્થ કરી લીધાં...! અને હવે તમે તેને પુનરૂકત કરવા લાગ્યા. પરંતુ તેનાથી શું વળ્યું? શું છૂટ્યું? શું બદલાયું? ક્રોધ તેમનો તેમ છે. કામવાસના તેમની તેમ છે. લોભ પણ તેવો ને તેવો જ છે. ધન પર પકડ પણ તેમની તેમ જ છે. બધું યથાવત્ છે — જરા પણ રૂપાંતરણ થયું નથી.
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM