<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

એશિયન પેઇન્‍ટસ ડેમ્‍પ પ્રુફ : સમયની કસોટી પર ખરો ઉતરતો વૉટરપ્રુફિંગ ચેમ્‍પિયન

રણબીર કપૂર અને સૌરભ શુકલા સાથે રજુ થયેલું નવું કેમ્‍પેઇન

રાજકોટ : છેલ્લા ૧૩ વર્ષથી, એશિયન પેઇન્‍ટસ ડેમ્‍પ પ્રુફ ઘરમાલિકોને તેમના ઘરોને પાણીના ચુવાણ અને કઠિન હવામાનથી સુરક્ષિત રાખવામાં મદદ કરી રહ્યું છે. આ સોલ્‍યુશન એક જાડું વોટરપ્રુફિંગ સ્‍તર બનાવે છે. જે પાણીને દિવાલોમાં પ્રવેશતા અટકાવે છે. તેમ કંપનીની અખબારી યાદીમાં જણાવાયું છે. બ્રાન્‍ડની તાજેતરની ફિલ્‍મ, જેમાં રણબીર કપૂર અને સૌરભ શુકલા છે, તે ચતુરાઇ, રમૂજી ટીપ્‍પણીઓ અને તીખા સંવાદોથી ભરેલી જીવંત વાર્તા રજુ કરે છે. ઘરમાલિકોની રોજીંદી ચિંતાઓ પર આધારિત આ ફિલ્‍મ, ચોમાસા દરમિયાન અગાશીમાંથી જતા લીકેજથી લઇને ખુલ્લી છતમાંથી આવતી ગરમી સુધીની સામાન્‍ય સમસ્‍યાઓને દર્શાવે છે અને તેને રસપ્રદ તેમજ મનોરંજક સંવાદમાં ફેરવે છે. હાસ્‍ય અને જીવંત સંવાદ વચ્‍ચે, આ કેમ્‍પેઇન પોતાનો સંદેશ સ્‍પષ્‍ટતા સાથે પહોંચાડે છે : ‘‘જેવું તેવું વોટરપ્રુફિંગ નહીં, એશિયન પેઇન્‍ટસ ડેમ્‍પ પ્રુફ લગાવો'' તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(4:15 PM IST)