<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

સાઉદી અરેબિયામાં ઈરાને અમેરિકાનાં ૪૭૪૨ કરોડનાં વિમાનોનો નાશ કર્યો

ઈરાને અમેરિકાના સર્વેલન્‍સ રડારને નિશાન બનાવ્‍યું હોય એવી તસવીરો જાહેર કરી

તહેરાન તા.૩૦: સાઉદી અરેબિયામાં અમેરિકન એરબેઝ પર ઈરાનના હુમલામાં ૫૦૦ મિલ્‍યન ડોલર (આશરે ૪૭૪૨ કરોડ રૂપિયા)નાં અમેરિકન ચ્‍-૩ સેન્‍ટ્રી વિમાનોનો નાશ થયો હોવાનું સેટેલાઇટથી મળેલી તસવીરોમાં જાણવા મળે છે. નાશ પામેલાં વિમાનોમાં એરબોર્ન વોર્નિગ એન્‍ડ કન્‍ટ્રોલ સિસ્‍ટમ (AWACS)નો પણ સમાવેશ છે. શુક્રવારે ઈરાની હુમલામાં ૩ KC-135 સ્‍ટ્રેટોટેન્‍કરને પણ નુકસાન થયું હતું. અમેરિકા પાસે હવે ફક્‍ત ૧૬ ખ્‍ષ્‍ખ્‍ઘ્‍લ્‍ બાકી હોવાનું કહેવાય છે, જે એક ઊડતું રડાર અને ઍરબોર્ન કમાન્‍ડ સેન્‍ટર છે જે હવાઈ હુમલાની ચેતવણીઓને ટ્રેક કરે છે અને અમેરિકાના એર ઓપરેશન્‍સની કામગીરીનું નિર્દેશન કરે છે. ઈરાને અમેરિકાના સર્વેલન્‍સ રડારને નિશાન બનાવ્‍યું હોય એવું તસવીરોમાં જણાઈ આવે છે.

ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાએ ટોમાહોક ક્રૂઝ મિસાઇલ્‍સનો વ્‍યાપક ઉપયોગ કર્યો છે જેને અમેરિકાના શષાગારમાં મુખ્‍ય હથિયાર માનવામાં આવે છે. ચાર અઠવાડિયાંમાં ૮૫૦થી વધુ મિસાઇલ્‍સ છોડવામાં આવી હતી. એવો અંદાજ છે કે અમેરિકન નેવી પાસે આશરે ૪૦૦૦ ટોમાહોક મિસાઇલ્‍સ હતી. જો આ સાચું હોય તો ટોમાહોક મિસાઇલ્‍સનો લગભગ એક ચતુર્થાંશ ભાગ ખાલી થઈ ગયો છે. આનાથી સંરક્ષણ મંત્રાલયમાં ચિતા વધી છે. ૩૪ કરોડ રૂપિયાની ટોમાહોક બનાવવા માટે આશરે બે વર્ષનો સમય લાગે છે. નિષ્‍ણાતોનો અંદાજ છે કે આ ખાલી જગ્‍યા ભરવામાં ઘણાં વર્ષો લાગશે.

(3:05 PM IST)