હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

ઇરાન, ઇઝરાયેલ વીથ અમેરીકાના ખુંખાર જંગના માઠા પરિણામો જયારે આપણા જનસામાન્ય વચ્ચે પહોચવા માંડયા છે તે એ હકીકત પણ ધ્યાનમાં લેવી જોઇએ કે લોકો અફવાઓને સરકારી દાવાઓ કરતા વધારે વિશ્વસનીય માનીને વર્તણુંક કરી રહયા છે.
આમા પ્રજાકીય અસંતોષ ઉપરાંત જયારે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહીતના સતાધિશો દ્વારા અપાતી પુરતા પુરવઠાની ખાત્રી આમજનતા કાને ધરવા તૈયાર નથી. તેના સુચિતાર્થો ઘણા સ્પષ્ટ છે. અગાઉની કોરોનાકાળની ભયાનકતા જનમાનસમાં હજી પણ યથાવત છે જ. આવા સંજોગોમાં ફરી એક વાર 'અમે લઇ ગયા ને તમે રહી ગયા' નો ખેલ ચાલુ થઇ ગયાનું હાલની પરિસ્થિતી જોતા લાગી રહયુ છે.
પેટ્રોલ, ડીઝલ, એલપીજીની 'સપ્લાઇલાઇન' ગમે ત્યારે ખોરવાઇ જાય કે પછી સ્થાનીક તંત્ર પુરવઠાલાઇન જાળવી રાખવામાં નિષ્ફળ નિવડે તો શુ ? આ સવાલોનો જવાબ દરરોજ લાગતી કિલોમીટર લાંબી લાઇનો મૌનરૂપે આપી રહી છે તે નિખાસલભાવે સંબધિતોએ સ્વીકારવુ રહયું. 'આત્મનિર્ભર ભારત' ના દાવાઓ વચ્ચે જયારે વાસ્તવિકતા 'વિદેશી નિર્ભરતા' બની જાય ત્યારે આવુ બને આનો અર્થ એ હરગીઝ નથી કે સરકાર પુરવઠો સામાન્ય રાખવાના પ્રયત્નો જ નથી કરતી, કરે છે. પણ હવે આંતરાષ્ટ્રીય બાબતો ખાસ કરીને આ વિષયમાં વર્તમાન નેતૃત્વ હાથમાં નિકળી ગયાનો મત પણ ઘણા નિરિક્ષકો ધરાવી રહયા છે. (સ્વીકારવાની નિખાલસતા સંબંધિતોએ કેળવવી રહી!!!)
પેટ્રોલ, ડીઝલ, એલપીજી ભરેલા ઓઇલ ટેન્કરો વર્તમાન યુધ્ધના માહોૈલમાં છુટાછવાયા સીંગલ ડીજીટમાં પહોંચે ત્યારે અછતની અફવાઓ અને ગભરાટ તથા તેના પરિણામસ્વરૂપ ''પૈનિક ખરીદી'' સ્વાભાવિક ગણાય. લોકોમાં ધીરજ નથી કે અફવાઓ ઉપર જનમાનસ વધારે ધ્યાન કેન્દ્રીત કરી લાઇનો લગાડી રહયુ છે એ વાત બીજી રીતે વિચારીએ તો લોકોનો સિસ્ટમમાં મુકેલો વિશ્વાસ ડગમગી ગયો છે તે પણ એક ન અવગણી શકાય તેવુ સત્ય છે (કોઇ શક?)
પેટ્રોલીયમ કંપનીઓ જે રીતે ગંજાવર નફો કરે છે તે પણ લોકો જાણે છે. આંતરાષ્ટ્રીય કિંમતો કરતા અનેકગણી કિંમતો નિરાંથજીવે વસુલતી કંપનીઓ જયારે આવા કટોકટીના સમયમાં પોતાનો પુરવઠો સાચવી શકશે કે કેમ? તે પણ લોકોને લાગી રહયુ છે. હમણા થયેલી એક આરટીઆઇમાં ખુલાસો થયો છે કે ભારતમાં સ્ટોરેજ કેપેસીટી દસ દિવસની પણ નથી. હવે આવા સંજોગોમાં જનતા અફવાને સાચી માની પુરવઠા માટે દોટ મુકે કે લાઇનો લગાવે તો તેમાં જનતાને દોષ ગણી શકાય તેમ નથી તેવુ નથી લાગતુ? (પોઇન્ટ ટુ બી નોટેડ યોર ઓનર) સાચી વાત એ છે કે સરકારી ભરોસા ઉપર જ જનતાને ભરોસો રહયો નથી.
યે આગ કબ બુજેગી ? ની જેમ આ મધ્ય પુર્વના યુધ્ધનો અંજામ કોઇ છાતી ઠોકીને કયારે થશે તે કહી શકવાની સ્થિતિમાં નથી. ટ્રમ્પ હોય કે ઇઝરાયેલ કોઇના પણ હાથમાં 'લિવરેજ'નથી. જયારે વડાપ્રધાનશ્રી પોતે દેશને કોરોનાકાળ જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનું આહવાન કરતા હોય ત્યારે પ્રજામાં એનુ નેચરલ રીએકશન આવ્યું છે. પ્રજાના માથે આક્ષેપોનું ઠીકરૂ ફોડતા પહેલા પેટ્રોલીયમ કંપનીઓએ અને સરકારે ખેલદીલીથી વર્તમાન પરિસ્થિતિ (ઇંધણના સંદર્ભે)ની સાચી માહીતી પોતાની ઇમેજમાં ઘોબો પડી પડી જવાની પરવા કર્યા વગર જનતાને આપવી ઘટે તેમ નથી લાગતુ?.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM