હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

હોંગકોંગ, તા.30: જો તમે આગામી દિવસોમાં હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એરપોર્ટ ઓથોરિટીએ સુરક્ષાના ધોરણોને વધુ કડક બનાવતા મુસાફરો માટે પાવર બેંક લઈ જવા અંગેની મર્યાદા નક્કી કરી દીધી છે. હવેથી કોઈપણ મુસાફર પોતાની સાથે વધુમાં વધુ બે જ પાવર બેંક લઈ જઈ શકશે. આ નવા નિયમનો હેતુ વિમાનમાં લિથિયમ બેટરીના કારણે થતા શોર્ટ સર્કિટ અને આગના જોખમોને ઘટાડવાનો છે.
ચાર્જિંગ પર પણ પ્રતિબંધ
નવા નિયમો મુજબ, મુસાફરો માત્ર મર્યાદિત સંખ્યામાં પાવર બેંક લઈ જઈ શકશે એટલું જ નહીં, પરંતુ ફ્લાઇટ દરમિયાન આ પાવર બેંક દ્વારા અન્ય ઉપકરણોને રિચાર્જ કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO) દ્વારા જારી કરાયેલ આ માર્ગદર્શિકા વૈશ્વિક ઉડ્ડયન સલામતીના ભાગરૂપે અમલમાં મૂકવામાં આવી છે.
ચેક-ઈન સામાનમાં ભૂલથી પણ ન રાખતા
હોંગકોંગની મુખ્ય એરલાઇન્સ જેવી કે કેથે પેસિફિક અને HK એક્સપ્રેસે સ્પષ્ટ કર્યું છે કે પાવર બેંક માત્ર હેન્ડ બેગેજ (કેબિન બેગ) માં જ લઈ જઈ શકાશે. જો કોઈ મુસાફર તેને ચેક-ઈન સામાનમાં રાખશે, તો સુરક્ષા તપાસ દરમિયાન તેને જપ્ત કરવામાં આવશે. એરલાઇન્સે શનિવાર મધ્યરાત્રિથી જ આ નિયમોનું કડક પાલન શરૂ કરી દીધું છે.
શા માટે લેવાયો આ નિર્ણય?
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2025 થી હોંગકોંગ એરપોર્ટ પર ઓવરહેડ કમ્પાર્ટમેન્ટમાં પાવર બેંક રાખવા કે વાપરવા પર પ્રતિબંધ હતો જ, પરંતુ હવે સંખ્યા પરની મર્યાદાથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બની છે. ICAO ના જણાવ્યા અનુસાર, વર્ષ 2050 સુધીમાં શૂન્ય અકસ્માત અને સલામત મુસાફરીના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આ પ્રકારના ફેરફારો અનિવાર્ય છે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે એરપોર્ટ પહોંચતા પહેલા પોતાની એરલાઇનની ગાઈડલાઈન ચોક્કસથી ચકાસી લે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM