હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

નવી દિલ્હી, તા.૩૦: ભારત સરકાર ૧ એપ્રિલથી દેશની પ્રથમ હાઈટેક અને ડિજિટલ વસ્તી ગણતરીનો પ્રારંભ કરવા જઈ રહી છે. આ વખતે ગણતરીમાં માત્ર વસ્તીના આંકડા જ નહીં, પરંતુ બદલાતા સામાજિક માળખાને સમજવા માટે લિવ-ઇન રિલેશનશિપ જેવા આધુનિક સંબંધો અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવશે. જો કોઈ યુગલ લગ્ન વગર સાથે રહેતું હશે, તો તેમને સ્થિર સંબંધ તરીકે વર્ગીકળત કરી પરિણીત યુગલની શ્રેણીમાં ગણવામાં આવશે. આ ઐતિહાસિક ગણતરીમાં પ્રથમ વખત જાતિ માટે અલગ કોલમ રાખવામાં આવી છે, જે ભવિષ્યની અનામત અને કલ્યાણકારી નીતિઓ ઘડવામાં નિર્ણાયક સાબિત થશે.
આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે એક ખાસ પોર્ટલ અને ૧૬ ભાષાઓમાં ઉપલબ્ધ મોબાઈલ એપ લોન્ચ કરી છે. નાગરિકો એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન સ્વ-ગણતરી વિકલ્પ પસંદ કરીને ૧૧-અંકનું આઈડી જનરેટ કરી શકે છે, જે બાદમાં ઘરે આવતા અધિકારીને આપવાનું રહેશે. કુલ ૩૩ પ્રશ્નોની પ્રશ્નાવલીમાં ઘરની બનાવટ, પીવાના પાણીની સુવિધા, વાહનોની સંખ્યાથી લઈને પરિવારના દરેક સભ્યના શિક્ષણ અને વ્યવસાય સુધીની ઝીણવટભરી વિગતો લેવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે વસ્તી ગણતરીના ડેટાનો દુરુપયોગ કરનાર કે ખોટા પ્રશ્નો પૂછનાર અધિકારીને ૩ વર્ષની જેલની સજા થઈ શકે છે.
જનગણનાના આ ડેટાનો ઉપયોગ આગામી દાયકા માટે જાહેર માળખાગત સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના આયોજન માટે કરવામાં આવશે. રજિસ્ટ્રાર જનરલ મળત્યુંજય કુમાર નારાયણના જણાવ્યા મુજબ, એકત્રિત કરાયેલ તમામ વ્યક્તિગત માહિતી અત્યંત ગુપ્ત રાખવામાં આવશે. આ ડિજિટલ અભિગમથી ડેટા પ્રોસેસિંગ ઝડપી બનશે અને દેશના વાસ્તવિક આર્થિક-સામાજિક ચિત્રને સચોટ રીતે રજૂ કરી શકાશે. ૧ એપ્રિલથી ૩૧ ઓગસ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓ ઘરે-ઘરે જઈને વિગતો ચકાસશે, તેથી નાગરિકોએ સચોટ માહિતી તૈયાર રાખવી હિતાવહ છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM