<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

અમેરિકા-કેનેડામાં હવે 'દેશી જડીબુટ્ટી'થી ગુંજશે પારણાં: ભારતીય મૂળના ડૉ. શબાના પરવેઝે લોન્ચ કર્યું વિશ્વનું પ્રથમ વર્ચ્યુઅલ હર્બલ ફર્ટિલિટી ક્લિનિક

હૈદરાબાદના વિખ્યાત નિષ્ણાત ડૉ. રેહાન સાથે મળીને શરૂ કર્યું 'Babies4.US'; પેઇનલેસ અને સસ્તી સારવારથી ૨ લાખથી વધુ પરિવારોને પિતૃત્વનું સુખ અપાવ્યા બાદ હવે ઉત્તર અમેરિકામાં ડંકો.

 
મેન્સફિલ્ડ (ટેક્સાસ), તા.30: આજના આધુનિક યુગમાં જ્યાં વંધ્યત્વ (Infertility) એક મોટો પડકાર બની રહ્યો છે, ત્યાં ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ અને આધુનિક ટેકનોલોજીના સંગમ સમાન એક નવી આશાનું કિરણ પ્રગટ્યું છે. ભારતીય-અમેરિકન ચિકિત્સક ડૉ. શબાના પરવેઝે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં 'Babies4.US' નામનું પ્રથમ વર્ચ્યુઅલ, હર્બલ-આધારિત અને બિન-આક્રમક (Non-invasive) પ્રજનનક્ષમતા ક્લિનિક લોન્ચ કર્યું છે.
હૈદરાબાદનું 'ગુપ્ત રહસ્ય' હવે અમેરિકામાં
આ પ્રોજેક્ટ ડૉ. શબાના પરવેઝ અને હૈદરાબાદના વિશ્વવિખ્યાત હર્બલ પ્રજનન નિષ્ણાત ડૉ. એમડી નજમુદ્દીન (રેહાન) વચ્ચેના સહયોગનું પરિણામ છે. ડૉ. રેહાનની પદ્ધતિઓથી અત્યાર સુધી વિશ્વભરમાં ૨,૦૦,૦૦૦ થી વધુ પરિવારોને સંતાન સુખ પ્રાપ્ત થયું છે. અત્યાર સુધી જે સારવાર ભારત પૂરતી મર્યાદિત હતી, તે હવે ઉત્તર અમેરિકાના પરિવારો માટે આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે.
કુદરતી અને પીડારહિત અભિગમ
લોન્ચિંગ સમયે ડૉ. પરવેઝે જણાવ્યું હતું કે, 'Babies4.US' ફર્ટિલિટી કેર માટે એક તાજગીભર્યો અને કુદરતી અભિગમ રજૂ કરે છે. ઘણીવાર યુગલો ખર્ચાળ અને પીડાદાયક તબીબી પ્રક્રિયાઓથી ડરતા હોય છે, ત્યારે આ ક્લિનિક હર્બલ દવાઓ દ્વારા પીડારહિત અને સસ્તી સારવાર પૂરી પાડે છે. આયુષ મંત્રાલય હેઠળની ભારતની પરંપરાગત દવા પદ્ધતિઓ (આયુર્વેદ, યુનાની) ને આધુનિક ટેલિહેલ્થ સાથે જોડીને આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.
મેન્સફિલ્ડમાં રિબન કાપીને ભવ્ય પ્રારંભ
ટેક્સાસના મેન્સફિલ્ડ ખાતે મેયર ડૉ. માઈકલ એ. ઈવાન્સ દ્વારા આ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તબીબી સમુદાય અને ભારતીય-અમેરિકન ડાયસ્પોરાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમેરિકામાં ૧૦-૧૩ ટકા યુગલો પ્રજનન સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તેવા સમયે આ ક્લિનિકની શરૂઆત ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. કોંગ્રેસમેન જેક એલ્ઝીના પ્રતિનિધિએ આ સાહસને સ્મારક તકતી આપીને સન્માનિત કર્યું હતું.
વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતીય જ્ઞાન
ડૉ. રેહાને આ અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, "દાયકાઓથી મેં હર્બલ દવાની શક્તિથી પરિવારોને પિતૃત્વ પ્રાપ્ત કરતા જોયા છે. હવે Babies4.US દ્વારા અમે આ સમય-પરીક્ષિત ઉકેલોને વૈશ્વિક પ્લેટફોર્મ પર લાવી રહ્યા છીએ, જેથી પ્રજનન સંભાળ વધુ કરુણાપૂર્ણ અને દર્દી-કેન્દ્રિત બને."

(5:44 PM IST)