હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાએ પાકિસ્તાનને બતાવ્યો અરીસો: ઈરાન-યુદ્ધમાં 'નેતા' બનવા નીકળેલા ઈસ્લામાબાદને આતંકવાદનું 'જૂનું કેન્દ્ર' જાહેર કર્યું!
યુએસ કોંગ્રેસના રિપોર્ટમાં પાકિસ્તાનનો પર્દાફાશ: લશ્કર અને જૈશ જેવા 12 સંગઠનો માટે 'સેફ હેવન' હોવાનો સનસનીખેજ દાવો: 'ઓપરેશન સિંદૂર' બાદ ભારત-અમેરિકાના સંબંધોમાં ખટાશ છતાં આતંકવાદના મુદ્દે પાકિસ્તાન વિશ્વમાં એકલું પડ્યું

વોશિંગ્ટન: પાકિસ્તાન જ્યારે એકતરફ ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષમાં 'શાંતિદૂત' અથવા મધ્યસ્થી બનવાનો ડોળ કરી રહ્યું છે, ત્યારે અમેરિકાએ તેને આકરો ઝટકો આપ્યો છે. 25 માર્ચે પ્રકાશિત થયેલા યુએસ કોંગ્રેસનલ રિપોર્ટમાં પાકિસ્તાનને આતંકવાદનું "જૂનું કેન્દ્ર" (Old Hub) ગણાવવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન હજુ પણ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા ખતરનાક સંગઠનોને સુરક્ષિત આશ્રય આપી રહ્યું છે. આ રિપોર્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે ભલે પાકિસ્તાને દેખાવ પૂરતી સૈન્ય કાર્યવાહી કરી હોય, પરંતુ 1980ના દાયકાથી સક્રિય આ આતંકવાદી નેટવર્કને તે મૂળમાંથી ઉખેડવામાં જાણી જોઈને નિષ્ફળ રહ્યું છે.
મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ટૂંકા પણ ભયાનક યુદ્ધ બાદ વૈશ્વિક સમીકરણો બદલાયા છે. પહેલગામ હુમલાના જવાબમાં ભારતે શરૂ કરેલા 'ઓપરેશન સિંદૂર' એ પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું. જોકે, આ યુદ્ધ બાદ ભારત અને અમેરિકાના સંબંધોમાં થોડો તણાવ જોવા મળ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરવાનો દાવો કર્યો હતો, જેને ભારતે નકારી કાઢતા કહ્યું હતું કે આ દ્વિપક્ષીય વાટાઘાટોનું પરિણામ હતું. આ મનભેદને કારણે 2025ના બીજા ભાગમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી, જે હવે અમેરિકા દ્વારા ટેરિફમાં 18% નો ઘટાડો કર્યા બાદ ધીમે ધીમે સુધરી રહ્યા છે.
અમેરિકી અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો હવે નવા નામે સક્રિય થઈ રહ્યા છે. 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) જેવા સંગઠનો વાસ્તવમાં લશ્કર-એ-તૈયબાનો જ હિસ્સો છે, જે ભારતને નિશાન બનાવી રહ્યા છે. લિસા કર્ટિસ અને કીર્તિ માર્ટિન જેવા નિષ્ણાતોનું માનવું છે કે ભલે ભારત અને અમેરિકા સંરક્ષણ અને ટેકનોલોજીમાં સાથે હોય, પરંતુ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પ્રત્યે અમેરિકાનું વલણ હંમેશા ભારત માટે ચિંતાનો વિષય રહેશે. આ રિપોર્ટ પાકિસ્તાનની તે મથામણને નિષ્ફળ બનાવે છે જેમાં તે પોતાની છબી એક જવાબદાર રાષ્ટ્ર તરીકે સુધારવા માંગતું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
