હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કબ્રસ્તાનમાં ગેસનો 'કાળો કારોબાર': હૈદરાબાદ પોલીસે દરોડો પાડી 414 સિલિન્ડર જપ્ત કર્યા!
મોહમ્મદ આમિરની 'મેટ્રો ગેસ એજન્સી' દ્વારા સ્મશાન જેવી શાંતિ વચ્ચે ચાલતું હતું સિલિન્ડરનું ગેરકાયદેસર વેરહાઉસ : ₹21.88 લાખનો મુદ્દામાલ અને 11 વાહનો કબજે : પોશ બંજારા હિલ્સ વિસ્તારમાં મોતની મધ્યે રમાતી જોખમી રમતનો પર્દાફાશ

હૈદરાબાદ: હૈદરાબાદના બંજારા હિલ્સમાં એક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે, જ્યાં ગુનેગારોએ પોલીસથી બચવા માટે એક કબ્રસ્તાનને જ ગેસ સિલિન્ડરનું ગોડાઉન બનાવી દીધું હતું. જ્યુબિલી હિલ્સ ટાસ્ક ફોર્સે ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડતા સ્મશાન જેવી શાંત જગ્યાએથી 414 LPG સિલિન્ડર મળી આવ્યા હતા. આ સ્થળે કોઈ પણ સુરક્ષાના સાધનો વગર વિસ્ફોટક ગેસનો જથ્થો ખડકી દેવામાં આવ્યો હતો, જે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી 10 લોકોની ધરપકડ કરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.
તપાસમાં બહાર આવ્યું છે કે આ કાળાબજારનો માસ્ટરમાઇન્ડ મોહમ્મદ આમિર છે, જે શમશાબાદમાં 'મેટ્રો ગેસ એજન્સી' ચલાવે છે. તે પોતાની એજન્સીના ક્વોટામાંથી સિલિન્ડરો ડાયવર્ટ કરી કબ્રસ્તાનમાં છુપાવતો અને ગ્રાહકોને મોંઘા ભાવે વેચતો હતો. પોલીસ જપ્તીમાં 47 કિલોના 30 ભરેલા સિલિન્ડર, 19 કિલોના 148 ભરેલા અને 192 ખાલી સિલિન્ડર સહિત 5 કિલોના નાના નંગનો પણ સમાવેશ થાય છે. આ સિલિન્ડરોની હેરાફેરી માટે વપરાતા 11 વાહનો પણ કબજે લેવામાં આવ્યા છે, જેની કુલ કિંમત લાખોમાં અંકાય છે.
ડીસીપી વૈભવ રઘુનાથ ગાયકવાડના જણાવ્યા મુજબ, આરોપીઓ જરૂરિયાતમંદ ગ્રાહકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી બજાર કરતા ઉંચા ભાવે ગેસ વેચતા હતા. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ એજન્સીને આટલો મોટો જથ્થો કોના આશીર્વાદથી મળી રહ્યો હતો અને શું આમાં કોઈ ગેસ કંપનીના અધિકારીઓની મિલીભગત છે? આ ઘટનાએ શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર સંગ્રહખોરીના જોખમો પર ફરી એકવાર સવાલ ઉઠાવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
