<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામથી ઉમેદવારી નોંધાવી : કહ્યું- આ વખતે ભાજપને મતદારોનો ટેકો પહેલા કરતા વધારે છે.

વિધાનસભા ચૂંટણી પહેલા નંદીગ્રામ મતવિસ્તાર ફરી એકવાર હાઇ-પ્રોફાઇલ સ્પર્ધાનું કેન્દ્ર બન્યું

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા નંદીગ્રામ મતવિસ્તાર ફરી એકવાર હાઇ-પ્રોફાઇલ સ્પર્ધાનું કેન્દ્ર બન્યું છે. ભાજપના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા, સુવેન્દુ અધિકારીએ સોમવારે (30 માર્ચ, 2026) નંદીગ્રામથી પોતાનું ઉમેદવારી નોંધાવ્યું અને પાર્ટીની જીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. હલ્દિયામાં તેમના ઉમેદવારીપત્રમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને વરિષ્ઠ નેતા દિલીપ ઘોષ પણ હાજર હતા. સુવેન્દુ અધિકારીએ કહ્યું કે આ વખતે ભાજપને મતદારોનો ટેકો પહેલા કરતા વધારે છે.

(12:58 AM IST)