<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

હોર્મુઝની ખાડી પર ઈરાનનો 'ચક્રવ્યૂહ': અમેરિકા-ઈઝરાયેલ માટે રસ્તો બંધ: વિદેશી જહાજો પર 'ટોલ ટેક્સ'!

વૈશ્વિક તેલ પુરવઠાની જીવાદોરી ગણાતા જળમાર્ગ પર તેહરાનનું નવું 'મેનેજમેન્ટ' ફોર્મ્યુલા : વિશ્વના કુલ ક્રૂડ વપરાશના પાંચમા ભાગ પર ઈરાનનો કબજો : પ્રતિબંધોને ટેકો આપનારા દેશોના જહાજો પર પણ ગાજ પડશે અને ભારતમાં LPG કટોકટી વધુ ઘેરી બનવાની આશંકા

તેહરાન: મધ્ય પૂર્વમાં યુદ્ધ વચ્ચે ઈરાને 'હોર્મુઝની ખાડી' પર કબજો જમાવી નવો 'મેનેજમેન્ટ પ્લાન' લાગુ કર્યો છે. હવે આ માર્ગ પરથી પસાર થતા દરેક વિદેશી જહાજે 'ટોલ ટેક્સ' ભરવો પડશે. ૨૮ ફેબ્રુઆરીના હુમલાના વળતા જવાબમાં ઈરાને અમેરિકા અને ઈઝરાયેલના જહાજોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે, જેનાથી આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ પર મોટું સંકટ સર્જાયું છે.

 વિશ્વના ૨૦% ક્રૂડ ઓઈલનો પુરવઠો આ માર્ગથી પસાર થાય છે. ઈરાને અમેરિકાની તરફેણ કરનારા દેશોના જહાજો અટકાવતા સેંકડો શિપ્સ સમુદ્રમાં ફસાયા છે. સપ્લાય ચેઈન ખોરવાતા તેલના ભાવ આસમાને પહોંચવાની ભીતિ છે. જોકે, ઈરાને ભારત સાથેની મિત્રતા ખાતર કેટલાક ભારતીય જહાજોને પસાર થવાની છૂટ આપી છે, પણ અસ્થિરતા યથાવત છે.

ભારત પોતાની ૯૦% LPG આયાત આ માર્ગે કરે છે, પરિણામે દેશમાં રસોઈ ગેસની ભારે અછત અને ભાવવધારાનું જોખમ ઊભું થયું છે. પુરવઠામાં વિલંબને કારણે ઉર્જા કટોકટી ઘેરી બની શકે છે. જો આ તણાવ લાંબો ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ મોટો ઉછાળો આવશે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે.

(8:23 PM IST)