હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનનું 'ડેડલાઈન' અલ્ટીમેટમ: ગુગલ, એપલ અને ટેસ્લા સહિત 18 અમેરિકન કંપનીઓ પર હુમલાની ધમકી!
ઈરાનીઓની હત્યાના બદલામાં 1 એપ્રિલની રાત્રે 8 વાગ્યે શરૂ થશે ઓપરેશન: ગલ્ફ દેશોમાં આવેલા ડેટા સેન્ટરો: રિસર્ચ ફેસિલિટી અને કોર્પોરેટ ઓફિસો IRGCના નિશાના પર, ટેક જાયન્ટ્સમાં ભારે ફફડાટ

તેહરાન: ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ એક ચોંકાવનારી જાહેરાત કરી છે, જેમાં અમેરિકાની 18 અગ્રણી કંપનીઓને નિશાન બનાવવાની વાત કરી છે. આ યાદીમાં ગુગલ, માઈક્રોસોફ્ટ, ટેસ્લા, એમેઝોન અને એપલ જેવા મોટા નામો સામેલ છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે આ કંપનીઓના પ્રાદેશિક સંચાલન, ખાસ કરીને ગલ્ફ દેશોમાં આવેલી તેમની ઓફિસો અને અત્યંત સંવેદનશીલ ડેટા સેન્ટરો પર હુમલો કરશે. આ આક્રમક વલણથી વૈશ્વિક ટેકનિકલ માળખા પર ગંભીર જોખમ ઊભું થયું છે.
ઈરાની સ્ટેટ મીડિયાના અહેવાલ મુજબ, આ હુમલાઓ ઈરાની નાગરિકોની હત્યાના બદલામાં કરવામાં આવશે. IRGC એ હુમલા માટે 1 એપ્રિલની રાત્રે 8 વાગ્યાનો ચોક્કસ સમય નક્કી કર્યો છે. નિવેદનમાં બોઇંગ, ઇન્ટેલ, IBM અને ઓરેકલ જેવી વ્યૂહાત્મક કંપનીઓનો પણ ઉલ્લેખ છે. ઈરાનનો ઈરાદો માત્ર સૈન્ય જ નહીં પરંતુ અમેરિકાની આર્થિક અને તકનીકી શક્તિના સ્તંભોને હચમચાવી દેવાનો છે, જે મધ્ય પૂર્વમાં અમેરિકી પ્રભુત્વને સીધો પડકાર છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે યુદ્ધ ગુનેગારો હવે ફાર્માસ્યુટિકલ કંપનીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. તેમણે ચેતવણી આપી કે ઈરાન કોઈ લાચાર રાષ્ટ્ર નથી અને તેની શક્તિશાળી સેના આ હુમલાખોરોને કડક સજા આપવા તૈયાર છે. એક તરફ ટેક કંપનીઓ પર હુમલાની ધમકી અને બીજી તરફ ફાર્મા ક્ષેત્રે વધતો તણાવ દર્શાવે છે કે આ સંઘર્ષ હવે માત્ર સરહદો પૂરતો મર્યાદિત ન રહેતા ડિજિટલ અને કોર્પોરેટ સ્તરે વિનાશક વળાંક લઈ રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
