<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

આસામમાં ચાર અને તમિલનાડુમાં ત્રણ બેઠકો પર ચૂંટણી લડશું :રામદાસ આઠવલેનું મોટું નિવેદન

કેન્દ્રીય મંત્રીએ કહ્યું- અમે કેરળમાં એક બેઠક પર ચૂંટણી લડી રહ્યા છીએ. બાકીની બેઠકો પર અમે NDA-BJPને સમર્થન આપીશું

 નવી દિલ્હી :દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની આગામી ચૂંટણીઓ પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ મોટું નિવેદન આપ્યું છે આઠવલેએ કહ્યું, "અમે આસામમાં ચાર અને તમિલનાડુમાં ત્રણ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે, જ્યાં હાલમાં નામાંકન ખુલી રહ્યું છે. અમે કેરળમાં એક બેઠક પર ચૂંટણી લડી રહ્યા છીએ. બાકીની બેઠકો પર અમે NDA-BJPને સમર્થન આપીશું, અને અમને વિશ્વાસ છે કે પાંચ રાજ્યોમાં BJPના નેતૃત્વ હેઠળની NDA સરકાર બની શકે છે."

(10:32 PM IST)