News of Wednesday, 1st April 2026
આજથી નવો આવકવેરા કાયદોઃ વિદેશી ટૂર સસ્તીઃ ફાસ્ટેગ વાર્ષિક પાસ મોંઘો
શેરબજારમાં F&O ટ્રેડિંગ પર ટેક્સ વધશેઃ શિક્ષણ, મેડિકલ માટે વિદેશમાં પૈસા મોકલવાનું સસ્તુ થશે

નવી દિલ્હી તા.૧: દેશમાં આજથી નવા ઇનકમ ટેક્સ ધારા તથા બજેટની બીજી તમામ જોગવાઇઓ અમલી બનશે. આનાથી શેરબજારમાં એફએન્ડઓ ટ્રેડિગ પરના સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી)માં વધારો થશે, જ્યારે વિદેશી ટુર પેકેજ તથા મેડિકલ અને શિક્ષણ માટે વિદેશમાં મોકલવામાં આવતા નાણા પરના ટીસીએસમાં ઘટાડો થશે. સસ્ટ ટેગ વાર્ષિક પાસ થોડો મોંઘો થશે.
ભારતમાં ડેટા સેન્ટરમાંથી સર્વિસ મેળવતી કોઇપણ વિદેશી કંપનીને ૨૦૪૭ સુધી સુધી ૨૦ ટકાનો ટેક્સ હોલિડે પણ મળશે. ૧૯૬૧ના આવકવેરા ધારાની જગ્યાએ આવક વેરા ધારા ૨૦૨૫નો અમલ થશે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે તેનું ઈ-ફાઇલિગ પોર્ટલ પરિવર્તન સમયગાળા દરમિયાન જૂના અને નવા બંને આવકવેરા કાયદાઓ હેઠળ નિયમ પાલનને સરળ બનાવશે તથા અગાઉના વર્ષોને લગતી તમામ આકારણીઓ, અપીલો અને અન્ય કાર્યવાહી તેમના અંતિમ નિરાકરણ સુધી જૂના કાયદા હેઠળ હાથ ધરાશે.
જુલાઈ ૨૦૨૬માં ૨૦૨૬-૨૭ના આકારણી વર્ષ માટે રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓ જૂના કાયદા હેઠળ નિર્ધારિત ફોર્મનો ઉપયોગ કરી શકશે. જોકે જૂન ૨૦૨૬થી શરૂ થતાં ૨૦૨૬-૨૭ના આકારણી વર્ષ માટે એડવાન્સ ટેક્સ પેમેન્ટ નવા કાયદા મુજબ કરવાનું રહેશે. પહેલી એપ્રિલથી એફ એન્ડ ઓ ટ્રેડિંગ પર ઊંચો એસટીટી લાગુ પડશે. ફયુચર્સ કોન્ટ્રાક્ટનો એસટીટી ૦.૦૨ ટકાથી વધી ૦.૦૫ ટકા થશે. વિદેશી ટુર પેકેજ પરનો ટેક્સ ૨૦ ટકાથી ઘટી ૨ ટકા તથા મેડિકલ અને શિક્ષણ માટે વિદેશ જતા નાણા પરનો ટેક્સ ૫ ટકાથી ઘટીને ૨ ટકા થશે.
આવકવેરા વિભાગે ૨૦૨૬-૨૭ના આકારણી વર્ષ માટે તમામ ઇનકમ ટેક્સ રિટર્ન ફોર્મ (ITR) નોટિફાઈ કર્યાં છે. નાના અને મધ્યમ કરદાતાઓ માટેના ITR ફોર્મ ૧-૪ને ૩૦ માર્ચે, જ્યારે ITR ફોર્મ ૨, ૩, ૫, ૬ અને ૭ તેમજ ITR-U (અપડેટેડ રિટર્ન ફાઇલ કરવા માટે)ને મંગળવારે નોટિફાઈ કરાયા હતાં. વાર્ષિક ડ્ડ૫૦ લાખ સુધીની આવક ધરાવતા વ્યક્તિઓએ ફોર્મ-૧ (સહજ) ભરવાનું રહેશે. ફોર્મ-૪ (સુગમ) ડ્ડ૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા વ્યક્તિગત કરદાતા અને હિન્દુ અવિભક્ત પરિવારો (HUFs) માટે છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
