<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

રાઘવ ચઢ્ઢાને રાજ્‍યસભાના ઉપનેતા પદ પરથી દૂર કર્યાઃ બોલવા પર રોક

કેજરીવાલની AAPએ ભર્યું મોટું પગલું : AAP સાંસદ અશોક મિત્તલ હવે રાજ્‍યસભામાં ઉપનેતા પદે પર રહેશે

નવી દિલ્‍હી,તા.૦૨: આમ આદમી પાર્ટી (AAP)એ રાઘવ ચઢ્ઢાને રાજ્‍યસભામાં પાર્ટીના ઉપનેતા પદેથી દૂર કર્યા છે. AAP સાંસદ અશોક મિત્તલ હવે રાજ્‍યસભામાં ઉપનેતા પદેથી રહેશે. AAP એ રાજ્‍યસભા સચિવાલયને એક પત્ર સુપરત કર્યો છે. વધુમાં, AAP એ રાજ્‍યસભા સચિવાલયને જાણ કરી છે કે સાંસદ રાઘવ ચઢ્ઢાને સંસદમાં બોલવાનો સમય ન આપવો જોઈએ. આ પાછળનું કારણ શું છે શા માટે અરવિંદ કેજરીવાલની પાર્ટીએ આટલો મોટો નિર્ણય લીધો તે અંગે આગામી સમયમાં કેટલીક મહત્‍વપૂર્ણ માહિતી સામે આવી શકે છે.

રાઘવ ચઢ્ઢા ભારતીય રાજકારણમાં ઉભરતું યુવા નામ છે, જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. તેમનો જન્‍મ ૧૧ નવેમ્‍બર ૧૯૮૮ના રોજ થયો છે, રાઘવ વ્‍યવસાયે ચાર્ટર્ડ અકાઉન્‍ટન્‍ટ છે. રાઘવ ચઢ્ઢાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ખ્‍ખ્‍ભ્‍ સાથે કરી અને ટૂંકા સમયમાં જ પાર્ટીના મહત્‍વપૂર્ણ નેતા તરીકે ઓળખ મેળવવી શરૂ કરી હતી.

તેઓ ૨૦૨૦માં દિલ્‍હી વિધાનસભાની ચૂંટણીમાં રાજેન્‍દ્ર નગર મતવિસ્‍તારથી વિજયી બન્‍યા હતા. તેમની કામ કરવાની શૈલી, પારદર્શિતા અને યુવા દ્રષ્ટિકોણને કારણે તેઓ ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય બન્‍યા છે. બાદમાં તેમને રાજ્‍યસભામાં પણ મોકલવામાં આવ્‍યા, જ્‍યાં તેઓ રાષ્ટ્રીય સ્‍તરે પાર્ટીના અવાજ તરીકે ઉભરી આવ્‍યા હતા.

રાઘવ ચઢ્ઢા રાજકીય મુદ્દાઓ પર સ્‍પષ્ટ અને લ્લઢ અભિગમ માટે જાણીતા છે. તેઓ આર્થિક અને શાસન સંબંધિત મુદ્દાઓ પર સક્રિય રીતે પોતાની વાત રજૂ કરે છે અને પાર્ટીના મુખ્‍ય પ્રવક્‍તાઓમાંના એક તરીકે મહત્‍વની ભૂમિકા ભજવી છે. પરંતુ આમ આદમી પાર્ટીએ તેમના બોલવા પર રોક લગાવવાનો નિર્ણય લીધો હોવાની મોટી વાત સામે આવી રહી છે

(3:20 PM IST)