<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

રેસ્ટોરન્ટ અને ડેરી સંચાલકોએ હવે ફરજિયાત બોર્ડ લગાવવા પડશે: પનીર અસલી છે કે 'એનાલોગ', નકલી પનીર ડામવા આરોગ્ય મંત્રીનો આદેશ

ગુજરાતમાં તહેવારો અને લગ્નસરાની સીઝનમાં નકલી પનીર અને દૂધની બનાવટો પકડાવવાના વધતા જતા બનાવોને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય વિભાગે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાએ તાજેતરમાં જ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (એફડીસીએ) ને કડક સૂચનાઓ જારી કરી છે. હવેથી રાજ્યની તમામ હોટલ, રેસ્ટોરન્ટ, ડેરી અને ખાદ્યપદાર્થોના વિક્રેતાઓએ પોતાની દુકાનની બહાર ગ્રાહકોને સ્પષ્ટ દેખાય તે રીતે ફરજિયાત બોર્ડ મારવા પડશે.

આ બોર્ડમાં સંચાલકોએ લેખિતમાં સ્પષ્ટતા કરવી પડશે કે તેઓ ગ્રાહકોને જે પીરસી રહ્યા છે તે પનીર શુદ્ધ અને 'અસલી' છે, કે પછી વેજિટેબલ ફેટ અને પામ ઓઇલમાંથી બનાવેલું 'એનાલોગ પનીર' છે. 

સસ્તા વિકલ્પ તરીકે ઘણી જગ્યાએ એનાલોગ પનીરનો બેફામ ઉપયોગ થાય છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય મંત્રીના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય નકલી અને સબ-સ્ટાન્ડર્ડ પનીરના વેચાણને રોકવાનો છે. આ નવા નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

(6:11 PM IST)