News of Thursday, 2nd April 2026
અમેરિકન સુપ્રીમ કોર્ટમાં ૧૪મા સુધારા અને જન્મસિદ્ધ નાગરિકતા અંગે ઐતિહાસિક સુનાવણી
જોન સોઅર અને જસ્ટિસ કેતનજી બ્રાઉન જેક્સન વચ્ચે ઉગ્ર દલીલો: સુનાવણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા

અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં બર્થરાઈટ સિટિઝનશિપ (જન્મસિદ્ધ નાગરિકતા) નાબૂદ કરવાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદાસ્પદ એક્ઝિક્યુટિવ ઓર્ડર અંગે ઐતિહાસિક સુનાવણી હાથ ધરવામાં આવી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી દલીલો કરી રહેલા સોલિસિટર જનરલ ડી. જોન સોઅરે કોર્ટમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકન બંધારણના ૧૪મા સુધારા (૧૪મા એમેન્ડમેન્ટ) નો લાભ માત્ર એવા લોકોને જ મળવો જોઈએ જેઓ કાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરે છે અને અમેરિકા પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠા (એલિજિયન્સ ટુ અમેરિકા) ધરાવે છે.
આ સુનાવણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. ડિજિટલ મીડિયા અને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ 'એક્સ' પર વાયરલ થયેલા અહેવાલો અનુસાર, ઉદારવાદી ન્યાયાધીશ જસ્ટિસ કેતનજી બ્રાઉન જેક્સન અને જોન સોઅર વચ્ચે સતત ૯ મિનિટ સુધી તર્કબદ્ધ અને આકરી દલીલો થઈ હતી.
જેમાં જસ્ટિસ જેક્સને ગેરકાયદેસર પ્રવાસીઓના બાળકોના અધિકારો અંગે સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે સોઅરે સ્પષ્ટ કર્યું હતું કે ગેરકાયદેસર દલીલો (પ્રો-ઇલિગલ આર્ગ્યુમેન્ટ્સ) નો બંધારણમાં કોઈ આધાર નથી. સુનાવણીમાં પોતાની રજૂઆતો પૂર્ણ થતાં જ રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોર્ટરૂમમાંથી રવાના થયા હતા.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
