<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

એરપોર્ટ પરથી મોંઘાદાટ પ્રોડક્ટ ખરીદી કરવાથી મળશે છુટકારો : બ્લિન્કીટ હવે એરપોર્ટની અંદર ઓર્ડર કરેલું પાર્સલ આપવા પહોંચશે

આ ઓર્ડર કરતાં પહેલાં યુઝરે સિક્યોરિટી ચેક કર્યું હોવું જરૂરી છે. સિક્યોરિટી ચેક બાદ યુઝર તરત જ ઓર્ડર આપી શકે

મુંબઈ : એરપોર્ટ પરથી કંઈની પણ ખરીદી કરવી માથાનો દુખાવો છે. મોબાઇલ બંધ થઈ ગયો હોય, ચાર્જર ભૂલી ગયા હોય કે પાણીની બોટલ લેવાથી લઈને એક સેન્ડવિચ સુધીની કોઈ પણ વસ્તુ કેમ ન હોય. એની ખરીદી કરવી એક ડરામણા સપના સમાન છે કારણ કે દરેકની કિંમત ખૂબ જ વધુ હોય છે. 20 રૂપિયાની પાણીની બોટલના 100 રૂપિયા લેવામાં આવે છે. જોકે હવે આ તમામ સમસ્યાનું સમાધાન આવી ગયું છે. મુંબઈના ટર્મિનલ 2 એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ માટે હવે કોઈ પણ યુઝર્સ Blinkit કરી શકશે. તેમને એરપોર્ટની અંદર તેમણે ઓર્ડર કરેલું પાર્સલ મળી જશે. આથી હવે ટ્રાવેલર્સ માટે કોઈ પણ વસ્તુ માટે વધુ કિંમત ચૂકવવામાંથી છૂટકારો મળ્યો છે.

પહેલી એપ્રિલથી આ સર્વિસ શરૂ થઈ ગઈ છે. Blinkitના CEO અલ્બિન્દર ધિન્ડસા દ્વારા આ વિશે જાહેરાત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઘણાં લોકોને એવું લાગી રહ્યું હતું કે આ એપ્રિલ ફૂલનો પ્રેન્ક છે. જોકે હવે એ હકીકત છે અને થોડી જ મિનિટોની અંદર યુઝરને એરપોર્ટ પર તેમનું પાર્સલ મળી જશે. ઘણાં લોકો એને એપ્રિલ ફૂલ માની રહ્યાં હોવાથી અલ્બિન્દર દ્વારા એ વાતની સફાઈ આપવી પડી હતી કે એ કોઈ મજાક નથી. તેમણે અદાણી એરપોર્ટ સાથે પાર્ટનરશિપ કરી છે. આથી મુંબઈનું ટર્મિનલ 2 એરપોર્ટ દુનિયાનું પહેલું એવું એરપોર્ટ બની ગયું છે જ્યાં ઇ-કોમર્સની સુવિધા મળી રહે છે.

આ સર્વિસ મુંબઈના ટર્મિનલ 2 પર કાર્યરત છે. જોકે એ હાલમાં ફક્ત ડોમેસ્ટિક ડિપાર્ચર માટે છે. ટર્મિનલ 2 પરથી કોઈ પણ વ્યક્તિ ભારતના કોઈ પણ ખૂણામાં જઈ રહ્યો હશે તો તેમને આ સુવિધાનો લાભ મળશે. મુસાફરી આજે કરવાની હોય તો યુઝર આજે જ ઓર્ડર કરી શકે છે. જોકે આ માટે લેટેસ્ટ એપ્લિકેશન અપડેટ હોવી જરૂરી છે.

 

યુઝર Blinkit પરથી જે રીતે ઓર્ડર કરે છે એ જ રીતે અહીં પણ કરવાની રહેશે. જોકે આ માટે એક નિયમ બનાવવામાં આવ્યો છે. આ ઓર્ડર કરતાં પહેલાં યુઝરે સિક્યોરિટી ચેક કર્યું હોવું જરૂરી છે. સિક્યોરિટી ચેક બાદ યુઝર તરત જ ઓર્ડર આપી શકે છે અને એ માટે ચોક્કસ લોકેશન આપી ત્યાં ઓર્ડર મેળવી શકે છે.

 

Blinkitની આ સેવા ટિકિટ કાઉન્ટર પાસે ઉપલબ્ધ નથી. તેમજ સિક્યોરિટી ચેક પહેલાં એક પણ જગ્યાએ આ ઓર્ડર નહીં મળી શકે. એક વાર સિક્યોરિટી ચેક કર્યા બાદ એને કોઈ પણ શોપ, રેસ્ટોરાં, લાઉન્જ, વેઇટિંગ એરિયા અથવા તો ગેટ પાસે ઓર્ડર મળી શકશે. સિક્યોરિટી ચેક પહેલાં અને ગેટ એક્ઝિટ બાદ આ ઓર્ડર નહીં મળી શકે. એરપોર્ટની એક્ઝિટ પર આ સુવિધા ઉપલબ્ધ નથી. આથી આ સુવિધાનો ઉપયોગ કરવા માટે યુઝરે એરપોર્ટમાં રહેવું ફરજિયાત છે. ચેક-ઇન કર્યા બાદ સિક્યોરિટી ક્લિયર કરી દીધી હશે એવા યુઝર્સ તરત જ ઓર્ડર કરી અને મેળવી શકશે.

 

(10:50 PM IST)