<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

જો ઈરાન સાથે યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે આફ્રિકન દેશોના અર્થતંત્ર પર ખુબ માઠી અસર પડશે:ગંભીર ચેતવણી .

તેલ, ખાતર અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં વિક્ષેપથી ફુગાવો વધી શકે :ઘણા દેશોમાં ખાદ્ય સંકટ પણ સર્જાઈ શકે: સંયુક્ત રાષ્ટ્ર, આફ્રિકન યુનિયન અને આફ્રિકન ડેવલપમેન્ટ બેંકના અહેવાલમાં ચેતવણી

 

સંયુક્ત રાષ્ટ્ર, આફ્રિકન યુનિયન અને આફ્રિકન ડેવલપમેન્ટ બેંકના એક અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ઈરાન યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો તેની અસર આફ્રિકન દેશોની અર્થવ્યવસ્થા પર પડશે.

અહેવાલ મુજબ, જો આ સંઘર્ષ છ મહિનાથી વધુ સમય સુધી ચાલુ રહેશે, તો 2026 માં આફ્રિકાનો આર્થિક વિકાસ દર ઘટી શકે છે. વધુમાં, તેલ, ખાતર અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં વિક્ષેપોથી ઘણા દેશોમાં ફુગાવો અને ખાદ્ય સંકટ સર્જાઈ શકે છે.

દરમિયાન, ઇટાલીના વિદેશ પ્રધાન એન્ટોનિયો તાજાનીએ કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ખાતર અને આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે એક સુરક્ષિત માર્ગ બનાવવો જોઈએ.

તેમણે કહ્યું કે જો આમ નહીં કરવામાં આવે તો આફ્રિકામાં ખાદ્ય સંકટ આવી શકે છે. તેમણે આ મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર સાથે કામ કરવા હાકલ કરી.

(1:13 AM IST)