<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

સોના-ચાંદીમાં ઈમ્‍પોર્ટના નિયમોમાં ફેરફાર થતાં સ્‍થાનિક ઉદ્યોગને રાહત

વિદેશથી આવતી જવેલરી બંધ થતાં મોંઘી મળવાની શક્‍યતા

સુરત,તા.૦૩: કેન્‍દ્ર સરકાર દ્વારા વિદેશથી મંગાવવામાં આવતી જવેલરીના  આવી છે.  વિદેશથી આવતી જવેલરી પર કડક નિયમો લાદી દેવામાં આવ્‍યા હોવાથી સ્‍થાનિક ઉદ્યોગકારોને સૌથી વધુ ફાયદો થવાનો છે. બીજી તરફ વિદેશથી આવતી સોના-ચાંદીની જવેલરી સસ્‍તી મળતી હતી તે હવે નહીં મળવાના લીધે સ્‍થાનિક ઉદ્યોગકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી મોંઘી જવેલરી ખરીદવાની પણ સ્‍થિતિ ઊભી થવાની છે.

વિદેશથી આવતા ગોલ્‍ડ પાવડર, ડોરે, ગોલ્‍ડ લીફ અને અન્‍ય ઇમ્‍પોર્ટ પર મર્યાદા લાદી દેવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્‍યો છે. તેમાં સરકાર દ્વારા નક્કી કરાયેલી એજન્‍સી પાસેથી મંજૂરી લઈને ઈમ્‍પોર્ટ કરવામાં આવશે. સાથે સાથે સોના અને ચાંદીની જવેલરીને પણ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્‍યો છે. સોના અને ચાંદીના ઈમ્‍પોર્ટ પર પારદર્શિતા લાવવા માટે પણ આ નિર્ણય કરવામાં આવ્‍યો હોવાનું જાણકારો કહી રહ્યા છે.

દરમિયાન વિદેશથી જવેલરી મંગાવવા માટેના જે પણ લોકોએ ઓર્ડર આપ્‍યા  છે તે અંગે પુરતી સ્‍પષ્ટતા કરવામાં આવી નથી, તેના હોવાના કારણે હવે તે જવેલરી ભારત આવે તો તેનું શું કરવું. નાણાં ચૂકવીને ઓર્ડર આપ્‍યો હોય તેવા કિસ્‍સામાં શું કરવાનું રહેશે તે અંગે તાકીદે સ્‍પષ્ટતા કરવામાં આવે તો હાલમાં જે અસમંજસની સ્‍થિતિ સર્જાઇ છે તે દૂર થાય તેમ છે. આ માટે ઝડપથી કાર્યવાહી કરવા જરૂરી છે.

(10:12 AM IST)