News of Friday, 3rd April 2026
હોર્મુઝ સંકટ નિવારવા ભારત સહિત ૬૦થી વધુ દેશોનું મંથન
હોર્મુઝ ખાડી ખોલાવવા સૈન્યને મોકલવાને બદલે વાટાઘાટોની સ્ટાર્મરની તરફેણ : દરિયાઈ માર્ગો પર બેરોકટોક અવર-જવરનો દરેક દેશને અધિકારઃ ભારત

નવી દિલ્હી,તા.૦૩: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના યુદ્ધમાં બ્રિટન ઉપરાંત નાટો દેશને જોતરવા માટે કરેલા પ્રયાસો એળે ગયા છે. ટ્રમ્પે નાટો સાથેના સંબંધો કાપી દેવાની ચીમકી આપવાની સાથે હોર્મુઝની ખાડીમાં ઈરાને કરેલી નાકાબંદી હટાવવાના મામલે પણ નિષ્ક્રિય રહેવાનું એલાન કરી દીધું છે. ઈરાન સાથે વાટાઘાટો માટે આદરેલા ટ્રમ્પના પ્રયાસો પણ ખાસ ફળદાયી રહ્યા નથી ત્યારે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરની પહેલના કારણે ગુરુવારે ૬૦થી વધુ દેશના વિદેશ મંત્રીઓએ હોર્મુઝ ખાડીનું સંકટ નિવારવા માટે ઓનલાઈન બેઠક યોજી હતી. જેમાં યુદ્ધના બદલે વાટાઘાટો થકી તણાવ દૂર કરવા પર તમામ દેશોએ ભાર મૂક્યો હતો.
ભારત તરફથી આ બેઠકમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ હાજરી આપી હતી અને બ્રિટનના વિદેશ મંત્રી યવેટ કૂપરે અધ્યક્ષતા કરી હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ હોર્મુઝની ખાડીમાં ઈરાને કરેલી નાકાબંદી વચ્ચે દરિયાઈ પરિવહનમાં સલામતી સુનિヘતિ કરવાનો હતો. વિદેશ સચિવે વર્ચ્યુઅલ માધ્યમથી ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર જહાજોની બેરોકટોક અવર-જવર દરેક દેશનો અધિકાર છે અનેતેની સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં. પヘમિ એશિયામાં આવેલા સંકટની સીધી અસર ભારતની ઊર્જા સુરક્ષા પર પડી છે.
ભારતીય નાગરિકોની સલામતી અંગે ચિતા વ્યક્ત કરતાં મિસરીએ કહ્યું હતું કે, ખાડી દેશોમાં વેપારી જહાજો પર થયેલા હુમલામાં ભારત એક માત્ર એવો દેશ છે, જેણે પોતાના બહાદુર નાવિકો ગુમાવ્યા છે. વિશ્વએ આ સંકટમાંથી બહાર નીકળવું હોય તો તમામ પક્ષોએ હથિયારોને શાંત કરી વાટાઘાટોની પસંદગી કરવી જોઈએ. વીકલી મીડિયા બ્રિફિગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારતના વલણની સ્પષ્ટતા કરતા કહ્યુ હતું કે, સ્વતંત્ર અને મુક્ત વાણિજ્યિક પરિવહન જરૂરી છે અને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ દરિયાઈ સુરક્ષા જળવાવી જોઈએ.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
