<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

મોંઘવારીનો મારઃ સાબુ, તેલ અને પેઇન્‍ટના ભાવ વધવાની શક્‍યતા

કાચા તેલના વધતા ભાવ અને ડોલર સામે રૂપિયો નબળો પડતાં FMCG કંપનીઓનો ખર્ચ વધી ગયો

નવી દિલ્‍હી તા.૩: સામાન્‍ય વ્‍યક્‍તિના રસોડા અને દૈનિક બજેટ પર ફરી એક વાર મોંઘવારીનો પ્રહાર થવાનો છે. કાચા તેલના વધતા ભાવ અને ડોલર સામે રૂપિયો નબળો પડતાં FMCG કંપનીઓનો ખર્ચ વધી ગયો છે. નવા નાણાકીય વર્ષ (FY27)ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલજૂન) દરમિયાન સાબુ, તેલ અને પેઇન્‍ટ જેવી વસ્‍તુઓના ભાવમાં લગભગ ત્રણથી ચાર ટકા સુધીનો વધારો થવાની શક્‍યતા છે.

કોઈ પણ FMCG કંપનીના કુલ ખર્ચમાં લગભગ ૧૫થી ૨૦ ટકા ભાગ માત્ર પેકેજિગ  એટલે કે પ્‍લાસ્‍ટિકની બોટલો, ઢાંકણ અને રેપરમાં જાય છે. ક્રૂડ ઓઇલ મોંઘું થતાં પોલીપ્રોપિલિન અને પોલીથિલિન જેવા પેટ્રોકેમિકલ્‍સના ભાવ વધી ગયા છે, જેને કારણે પેકેજિગ ખર્ચ વધ્‍યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ લગભગ ડોલર ૧૦૦ પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. પેઇન્‍ટ કંપનીઓ માટે લગભગ ૪૦ ટકા કાચો માલ ક્રૂડ ડેરિવેટિવ્‍સ સાથે જોડાયેલો હોવાથી તેમની ઉત્‍પાદન કિમત વધી રહી છે અને પરિણામે પ્રોડક્‍ટના ભાવ વધવાની શક્‍યતા છે.

રિપોર્ટ મુજબ કેટલીક કેટેગરીમાં ભાવમાં વધુ ફેરફાર જોવા મળી શકે છેઃ પેઇન્‍ટ ઉદ્યોગઃ એશિયન પેઇન્‍ટ્‍સ અને બર્જર પેઇન્‍ટ્‍સ જેવી કંપનીઓએ પહેલેથી જ ભાવોમાં ફેરફાર શરૂ કરી દીધો છે. બર્જર પેઇન્‍ટ્‍સે માર્ચના અંતથી ભાવ વધાર્યા છે, જ્‍યારે એશિયન પેઇન્‍ટ્‍સ એપ્રિલના મધ્‍યથી મોટા ભાવવધારા કરી શકે છે.

સાબુ અને ડિટર્જન્‍ટઃ નાહવાના સાબુ અને કપડાં ધોવાના પાઉડરના ભાવમાં પણ વધારો થવાની શક્‍યતા છે.

ખાદ્ય તેલઃ એડિબલ ઓઇલ સેક્‍ટર પણ વધતા ખર્ચના દબાણ હેઠળ છે.

ઈરાન અને ઈઝરાયેલ વચ્‍ચે ચાલી રહેલા તણાવને કારણે ખાડી દેશોમાં વ્‍યવસાય કરતી ભારતીય કંપનીઓની ચિતા વધી છે. ડાબર અને ઈમામી જેવી કંપનીઓની કુલ વેચાણમાં લગભગ છ ટકા હિસ્‍સો મિડલ ઈસ્‍ટમાંથી આવે છે. યુદ્ધની સ્‍થિતિને કારણે ત્‍યાં સપ્‍લાય ચેન અને ઇન્‍શ્‍યોરન્‍સ ખર્ચ વધી ગયા છે. માલ વહન કરવાનાં ભાડાં વધતાં એક્‍સપોર્ટ-ઇમ્‍પોર્ટ કરતી કંપનીઓના માર્જિન પર દબાણ વધી રહ્યું છે.

 

(10:28 AM IST)