<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

આગામી બે-ત્રણ દિવસમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વીજળીના કડાકા અને કરા પડવાની આશંકા

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા:પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનના મેદાની વિસ્તારોમાં ગાજવીજ સાથે કરા પડી શકે

નવી દિલ્હી :સમગ્ર દેશ અત્યારે કાળઝાળ ગરમીની લપેટમાં છે, પણ આ ગરમી વચ્ચે કુદરતનો મિજાજ બદલાયો છે.  'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ'ને કારણે આગામી 48થી 72 કલાકમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વીજળીના કડાકા અને કરા પડવાની આશંકા છે. દેશના કયા કયા વિસ્તારમાં વરસાદની શક્યાતાઓ અને આગાહી છે.

 

હવામાન વિભાગની એક સેટેલાઇટ ઈમેજમાં એક ડરામણી સ્થિતિ જોવા મળી રહી છે...જેમાં ઉત્તર ભારત અને પાકિસ્તાન પર લગભગ 1000 કિલોમીટર લાંબો વાદળોનો પટ્ટો દેખાઈ રહ્યો છે. સક્રિય થયેલા શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 48 થી 72 કલાક..ઉત્તર-પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને કરા પડવાની શક્યતા છે. 

 

જમ્મુ-કાશ્મીરથી લઈને રાજસ્થાન સુધી મલ્ટી-લેયર્ડ વાદળોનો વિશાળ જથ્થો પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યો છે. આ વાદળોનો પટ્ટો એટલો મોટો છે કે તે ભારતની સરહદ ઓળંગીને પાકિસ્તાન સુધી ફેલાયેલો છે. હવામાન નિષ્ણાતોના મતે, આ સિસ્ટમમાં અત્યંત ભેજ અને વાતાવરણીય અસ્થિરતા રહેલી છે, જે આગામી ત્રણ દિવસમાં વાતાવરણમાં મોટો પલટો લાવશે.

 

4 અને 5 એપ્રિલ દરમિયાન દેશના અનેક રાજ્યોમાં કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા છે. જ્યારે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનના મેદાની વિસ્તારોમાં ગાજવીજ સાથે કરા પડી શકે છે. આ સિસ્ટમની અસર છેક મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને દક્ષિણ ભારતના કેરળ-કર્ણાટક સુધી જોવા મળશે. 

 

હવામાન વિભાગે ખેડૂતો માટે ખાસ એડવાઇઝરી જારી કરી છે. તૈયાર થયેલા ઊભા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના અપાઈ છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતા હોવાથી પ્રવાસીઓને મુસાફરી ટાળવા જણાવાયું છે. મહત્વનું છે કે કુદરતનો આ મિજાજ અત્યારે સૌને સાવધ રહેવા મજબૂર કરી રહ્યો છે..ગામી 72 કલાક ઉત્તર અને મધ્ય ભારત માટે અત્યંત નાજુક છે.

 

(9:26 PM IST)