મહત્વના સમાચારો ઉડતી નજરે

* મહારાષ્ટ્રના નાસિક નજીક ડીંડોરી તાલુકામાં એક કાર કૂવામાં ખાબકતા એક જ પરિવારના નવ લોકોના કરુણ મૃત્યુ થયા છે
* અફઘાનિસ્તાનમાં આવેલા ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં આઠના મોત, અનેક ઘરો તૂટી પડ્યા
* ભયાનક યુદ્ધના માહોલ વચ્ચે યુનાઇટેડ આરબ અમીરાત - દુબઈએ પાકિસ્તાનને આપેલા કરોડો અબજો ડોલરની લોનની વસુલાત શરૂ કરી છે અને તાત્કાલિક લોનના નાણા પરત કરવા કહ્યું છે. પાકિસ્તાને પણ આ મહિનાના અંત સુધીમાં ૨૦૦ કરોડની લોન પરત કરવા વચન આપ્યું છે * હોર્મુઝ સ્ટ્રેટથી ૫૮ હજાર મેટ્રિક ટન એલપીજી ગેસ લઈને સાતમુ ટેન્કર ગ્રીન સાન્વી ભારે સુરક્ષા હેઠળ ભારત પહોંચી રહ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂરના કાફલા ઉપર કેરળ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન હુમલો થયો છે. બે કારમાં આવેલા ૮ અજાણ્યા શખ્સોએ તેમની ગાડી અટકાવી કારના કાચ તોડવાનું શરૂ કરેલ.શશી થરૂરના ગનમેને વચ્ચે પડી રસ્તો સાફ કરવા પ્રયાસ કરતા તેની સાથે ધક્કામુક્કી અને હાથાપાઈ થઇ હતી. પોલીસે બેની ધરપકડ કરી છે. કેરળમાં ચાર દિવસ પછી ૯ એપ્રિલે મતદાન છે
*એમઆઇટીના રિસર્ચરોએ એઆઈનો વપરાશ કરતા યુઝર્સને ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી જ્ઞાન અને વિચારવાની ક્ષમતાને મોટું નુકસાન થઈ રહ્યું છે. એઆઈ ચેટબોર્ડ દરેક વાતમાં સહમતી દર્શાવતા હોવાથી તેના વધુ વપરાશ કરતા યુઝર્સ ચોક્કસ પેટર્નમાં ભ્રમિત થયાનું જણાયું છે.
* સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં આવતા ૧૨ કલાકમાં વરસાદની આગાહી સાથે ૩૫ થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાવાની આગાહી થઈ છે
* અમેરિકા દ્વારા ૪૮ કલાકના યુદ્ધ વિરામના પ્રસ્તાવને ઈરાને ફગાવી દીધેલ છે. આ પછી અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા તહેરાન પર જોરદાર મિસાઈલ હુમલાઓ થતા શહેર હચમચી ગયું છે અને લોકોમાં ભારે ભય ફેલાયો છે
* ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૨૭ માટે ૧.૫ ટ્રીલીયન ડોલરના સંરક્ષણ બજેટ માટે વિનંતી કરી છે. બીજા વિશ્વયુદ્ધ પછી પેન્ટાગોનના ખર્ચમાં આ ૪૦%નો વધારો સૌથી મોટો બની રહેશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
