હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઘરેથી ભાગી માથામાં સિંદૂર લગાવી પાછી આવીઃ હવે મહામુશ્કેલી
ભણવાની ઉંમરમાં અવળા રસ્તે ચડી ગઇઃ એક પ્રેમી પંખીડાએ ૯ વર્ષના લાંબા અફેર બાદ લગ્ન તો કરી લીધા, પણ બાદમાં પરિવારના ડરે તેમને હચમચાવી નાખ્યા

ચૂરુ તા.૪: રાજસ્થાનના ચૂરુમાં પ્રેમમાં ડૂબેલી એક પ્રેમી પંખીડાએ ૯ વર્ષના લાંબા અફેર બાદ લગ્ન તો કરી લીધા, પણ બાદમાં પરિવારના ડરે તેમને હચમચાવી નાખ્યા. બંને ધડકતા દિલ સાથે પાછા પોતાના ગૃહ નગર ચૂરુ તો આવી ગયા, પણ ઘરની જગ્યાએ સીધા પોલીસ સ્ટેશન ગયા. ત્યાં બંનેએ પોલીસને પોતાની લવ સ્ટોરી જણાવી સુરક્ષાની માગ કરી છે. બંનેનું કહેવું છે કે તેઓ પુખ્ત છે. તેમણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે, પણ હવે તેમને ડર છે કે પરિવારના લોકો તેમને છોડશે નહીં, એટલા માટે તેમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે.
આ લવ સ્ટોરીની શરૂઆત ચૂરુ જિલ્લાની સરદારશહર તાલુકાના ગ્રામીણ વિસ્તારથી થઈ છે. પ્રેમી અને તેની પ્રેમિકા બંને અલગ અલગ જાતિના છે. આંતરજાતિય વિવાહ હોવાના કારણે હવે તેમના પરિવાર તરફથી ડર સતાવી રહ્યો છે. સરદારશહેર વિસ્તારના રાતુસર ગામની ૨૨ વર્ષની પૂનમ સુથારે પોતાના જ વિસ્તારના ખેજડા ગામના રહેવાસી ૨૩ વર્ષીય તિલોક રામ મેઘવાલ સાથે પરિવારની ઈચ્છા વિરુદ્ધ જઈને લવ મેરેજ કર્યા છે. પણ આ લગ્ન હવે તેમના માટે મહામુશ્કેલી બની ગઈ છે.
એસપી ઓફિસે પહોંચી પૂનમે જણાવ્યું કે, તેની અને તેના પ્રેમી તિલોકરામની ઓળખાણ આજથી ૯ વર્ષ પહેલા થઈ હતી. બંને ૯માં ધોરણમાં એક જ સ્કૂલમાં ભણતા હતા. સ્કૂલના દિવસોથી થયેલી દોસ્તી ગાઢ પ્રેમમાં બદલાઈ. ભણતર બાદ પણ બંને એકબીજા સાથે વાતો કરતા રહ્યા અને મોબાઈલ ફોન દ્વારા નિયમિત વાતો કરતા. હાલમાં તિલોક રામ એલએલબીનો અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે તે ખુદ સરદારશહેરમાં એમએ કરી રહી છે.
પૂનમે જણાવ્યું કે, તેણે પોતાના પરિવારને પહેલાથી આ સંબંધ વિશે વાત કરી દીધી હતી, પણ તિલોકરામની અલગ જાતિ હોવાના કારણે પરિવાર આ સંબંધને સ્વીકારવા તૈયાર નથી. એટલું જ નહીં, પરિવારના લોકોએ તેના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. પૂનમ જણાવે છે કે આ વાતથી માનસિક દબાણ વધવા લાગ્યું. તેને પોતાના ભવિષ્યને લઈને ચિતા થવા લાગી હતી. આવી સ્થિતિમાં બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ જઈ લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો છે.
પૂનમે જણાવ્યું કે, ૨૪ માર્ચના રોજ બંને ઘરેથી નીકળી જયપુર પહોંચ્યા. ત્યાં વિધિવત રીતે તેમણે લગ્ન કર્યા. લગ્ન બાદ બંને થોડા દિવસ જયપુરની એક હોટલમાં રોકાયા. આ દરમિયાન તેમણે પોતાના સંબંધને કાયદાકીય રીતે મજબૂત કર્યો, પણ તેમને સતત એ વાતનો ડર સતાવી રહ્યો હતો કે પરિવારના લોકો તેમના લગ્નને સ્વીકારશે નહીં અને તેમના વિરુદ્ધ ખતરો ઊભો થશે. આવી આશંકાના કારણે ચૂરુ પરત ફર્યા અને સીધા એસપી ઓફિસે પહોંચી સુરક્ષાની માગ કરી. પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા તપાસ શરૂ કરી દીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
