<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

ઘરકંકાસમાં પતિ હેવાન બન્‍યોઃ ગુસ્‍સામાં પત્‍નીનું નાક કાપી નાખ્‍યું: ગાલ પર બચકાં ભર્યા

નાકનું માંસ કાપીને અલગ કરી નાખ્‍યું: ગાલમાં દસ ટાંકાઃ પતિ ભાગી ગયો

હમીરપુર તા.૪: યૂપીના હમીરપુર જિલ્‍લામાંથી એક હેવાન પતિએ ગુસ્‍સામાં આવીને પોતાના દાંતથી પત્‍નીનું નાક અને ગાલ તોડી નાખ્‍યા. ઘાયલ પત્‍નીની મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. ઘરેલુ વિવાદ બાદ હેવાન બનેલા પતિએ પત્‍ની સાથે મારપીટ કરી, સાથે જ દાંતથી તેના ગાલ અને નાક પર બચકાં ભરી લીધા. નાકનું માંસ કાપીને અલગ કરી નાખ્‍યું. ગાલમાં પણ ઊંડા ઘા થઈ ગયા છે. તાત્‍કાલિક મહિલાને સીએચસી લાવવામાં આવી, જ્‍યાં પ્રાથમિક સારવાર બાદ મેડિકલ કોલેજ ઝાંસી રેફર કરવામાં આવી છે. જ્‍યાં તેના ગાલમાં દસ ટાંકા લગાવ્‍યા છે, જ્‍યારે નાકમાં પ્‍લાસ્‍ટિક સર્જરીની સલાહ આપી છે.

મહિલાના ભાઈએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ તેને શોધી રહી છે. આ મામલો હમીરપુર જિલ્‍લાના ચિકાસી વિસ્‍તારના બિરહટ ગામનો છે. જ્‍યાં રહેતા અમરુદ્દીને જણાવ્‍યું કે તેની બહેન પાનાના લગ્ન ૮ વર્ષ પહેલા રાઠ કોતવાલીના ટોલા ગામના રહેવાસી ફુલ સાથે થયા હતા. લગ્ન બાદ પતિ-પત્‍ની વચ્‍ચે મોટા ભાગે ઝઘડા થતાં રહેતા હતા. ગત રાતે પણ કોઈ વાતને લઈ બહેનનો પતિ સાથે ઝઘડો થઈ ગયો. વાત એટલી વધી ગઈ કે પતિ હેવાન બની ગયો.

તેના બનેવીએ પહેલા તો તેની બહેન સાથે ખૂબ મારપીટ કરી, જ્‍યારે તેની હાલત ખરાબ થઈ ગઈ તો દાંતથી તેના ગાલ અને નાક પર બચકાં ભરી લીધા. નાકનું માંસ કાપીને અલગ કરી નાખ્‍યું. અને ગાલમાં ઊંડા ઘા થઈ ગયા. જે બાદ બહેનને સારવાર માટે સીએચસી રાઠ લાવવામાં આવી. જ્‍યાંથી પ્રાથમિક સારવાર બાદ તેને મેડિકલ કોલેજ ઝાંસી રેફર કરી દેવામાં આવી.

સીએચસીમાંથી મળેલી જાણકારી અનુસાર, પાનાના ગાલમાં કમ સે કમ દસ ટાંકા લગાવ્‍યા છે. નાકનું માંસ અલગ થઈ ગયું છે. તેથી નાક પર પ્‍લાસ્‍ટિક સર્જરી કરાવવી પડશે. ત્‍યારે જ ચહેરો સુધરશે. આ બાજુ આ સંબંધમાં રાઠ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રાકેશ કુમારે જણાવ્‍યું કે, પાનાના ભાઈ અમરુદ્દીનના આવેદન પર પોલીસે આરોપી પતિ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. તેની શોધખોળ ચાલુ છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

(10:07 AM IST)