તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
રશિયાએ કિવ પર કર્યો બોમ્બમારો : ૮ લોકોના મોત
રશિયાએ ૫૦૦ ડ્રોન અને ક્રુઝ મિસાઇલોનો ઉપયોગ કર્યો

કિવ તા.૪: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. સંઘર્ષ વચ્ચે શુક્રવારે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ નજીક મોટા પાયે મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા. આ હુમલાઓમાં ઓછામાં ઓછા ૮ લોકો માર્યા ગયા છે. રશિયા દ્વારા આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેસ્કીએ ઇસ્ટર માટે યુદ્ધવિરામનો સંકેત આપ્યો હતો, જે ૧૨ એપ્રિલે યુક્રેન અને રશિયા બંનેમાં ઉજવવામાં આવે છે.
અધિકારીઓએ ત્યાના મિડિયાને જણાવ્યું હતું કે રશિયન હુમલામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શુક્રવારે રશિયાએ ઉત્તરી યુક્રેનના કિવ ક્ષેત્રમાં એક એપાર્ટમેન્ટ બ્લોક પર બોમ્બમારો કર્યો હતો. કિવ પ્રાદેશિક લશ્કરી વહીવટના વડાએ શુક્રવારે સવારે ટેલિગ્રામ પર જાણકારી આપી કે કિવ પ્રદેશ ફરી એકવાર રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલાનો ભોગ બન્યો છે. તેમના મતે બુચા, ફાસ્ટિવ અને ઓબુખિવ શહેરો પર થયેલા હુમલાઓમાં ભારે નુકસાન થયું છે. હુમલામાં એક પશુચિકિત્સા ક્લિનિકને નુકસાન થયું હતું, જેમાં આશરે ૨૦ પ્રાણીઓ માર્યા ગયા હતા.
યુક્રેનના વિદેશ પ્રધાન એન્ડ્રી સિબિહાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આશરે ૫૦૦ ડ્રોન અને ક્રુઝ મિસાઇલોથી યુક્રેન પર હુમલો કરાયો હતો. તેમણે કહ્યું, યુક્રેનના ઇસ્ટર યુદ્ધવિરામ પ્રસ્તાવોનો મોસ્કો આ રીતે જવાબ આપે છે - ક્રૂર હુમલાઓ સાથે.ૅ જુલિયન કેલેન્ડર અનુસાર ઇસ્ટર આવતા અઠવાડિયે આવે છે, જેનું પાલન યુક્રેન અને રશિયામાં ઓર્થોડોક્સ ચર્ચ દ્વારા કરવામાં આવે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
