હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી
ડાબી નહીં, જમણી બાજુ હૃદય...મહિલા દર્દીના શરીરના તમામ અંગો એકદમ ઉલ્ટા હતા

નવી દિલ્હી તા.૪: માણસના શરીરમાં હૃદય ડાબી બાજુ હોય છે, જ્યારે લિવર પેટની ઉપર જમણી બાજુ હોય છે. સ્પ્લીન (બરોળ) પેટના ઉપરના ભાગમાં પાંસળીઓમાં હોય છે. દિલ્હીની ડોક્ટર રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં એક ૩૧ વર્ષની મહિલા દર્દીના શરીરના તમામ અંગો એકદમ ઉલ્ટા હતા. હૃદય જમણી બાજુ હતું તો લિવર ડાબી બાજુ. મહિલાને જન્મથી જ હૃદયની બીમારી હતી. ડોક્ટરોએ મહિલાનું ઓપરેશન કર્યું છે. આ સર્જરીને દુનિયાની સૌથી જાટિલ સર્જરી ગણાવવામાં આવી છે.
RML હોસ્પિટલમાં આવેલી દર્દીને સાઇટસ ઇનવર્સસ નામની અત્યંત દુર્લભ બીમારી હતી. આ બીમારીમાં શરીરના અંગો ઉલ્ટા હોય છે. જન્મથી જ મહિલાને કંજેનિટલ એટલે કે હાર્ટ ડિસીઝની સમસ્યા હતી. મહિલાના શરીરમાં પાર્શિયલ એટ્રિયોવેન્ટ્રિક્યુલર કેનલ ડિફેક્ટની સાથે સાઇટસ ઇનવર્સસ ટોટાલિસ અને ડેક્સટ્રોકાર્ડિયા પણ હતું, આ કન્ડિશનમાં હૃદય ડાબી બાજુને બદલે જમણી બાજુ હોય છે.
દર્દીની કન્ડિશન ઘણી ક્રિટિકલ હતી. RML વિભાગના ડાયરેક્ટર અને HOD ડોક્ટરની ટીમે તેમની સર્જરી કરી, એટલું જ નહીં પણ આ સર્જરી નાના કોસ્મેટિક ચીરા દ્વારા કરવામાં આવી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ પ્રકારની સર્જરી દુનિયામાં પહેલીવાર થઈ છે. ડોક્ટરના કહેવા પ્રમાણે, આ પ્રકારની સર્જરીમાં છાતીનું હાડકું કાપવું પડે છે. પરંતુ ડોક્ટરે ૪ સેમીનો નાનો ચીરો લગાવીને આ સર્જરી કરી છે. હાર્ટ લંગ મશીનને શરીરની અન્ય નસો સાથે જોડવામાં આવ્યું છે. હૃદયની ઉપરની ઝીણી દીવાલ (મેમ્બ્રેન)થી પેચ લગાવ્યો છે. આ દરમિયાન ટાંકા ખૂબ જ સાવધાનીથી લેવામાં આવ્યા છે.
મહિલા જન્મજાત બીમાર હતી. મહિલાના શરીરના અંગો ઉલ્ટા હતા જેના કારણે ઓપરેશન કરવામાં ઘણા પડકારો હતા. દર્દીને હાર્ટ લંગ મશીન પર રાખવામાં આવી હતી. ડોક્ટરોની ટીમ અને હોસ્પિટલના સહયોગથી ઓપરેશન સફળ રહ્યું. ડોક્ટરે જણાવ્યું કે RMLમાં કાર્ડિયાક સર્જરી વિભાગમાં કઠિન સર્જરી માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં આ સર્જરી ૩૦ માર્ચના રોજ કરવામાં આવી હતી. ૩ દિવસમાં દર્દીની હાલતમાં સુધારો થઈ ગયો. થોડા દિવસોમાં દર્દીને રજા પણ મળી શકે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
