હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વરરાજાની કુંવારી બહેન માથે પાટી મૂકી જાન લઈને પરણવા જાય છે
છોટાઉદેપુરના અંબાલા ગામની અનોખી પરંપરા : નણંદ -ભાભી મંગલ ફેરા ફરી લગ્નવિધિ પૂર્ણ કરે છે

નસવાડી,તા.૦૪: છોટાઉદેપુર જિલ્લાનું અંબાલા ગામની અનોખી પરંપરાને કારણે પોતાની અલગ ઓળખાણ બનાવી છે. આ ગામમાં આજાદિન સુધી કોઈ વરરાજા ઘોડે ચઢીને જાન લઈને ગયા નથી કે વરરાજા જાન લઈ પરણવા આવ્યા નથી.
અંબાલા ગામનાં લોકો લગ્ન કરતાં નથી પરંતુ આ ગામની સદીઓ જૂની પરંપરા ખૂબ જ વિશિષ્ટ છે. અહીં વરરાજાની કુંવારી બહેન જ જાન લઇને આવે છે, અને જાન લઈ પરણવા જાય છે. સદીઓથી ચાલી આવતી આ પરંપરાની પાછળ ધાર્મિક માન્યતા જોડાયેલી છે.જેમાં ગામના દેવ બાબા ભરમાં દેવ અન્ય લોકોના લગ્ન કરાવતા રહ્યા પરંતુ પોતે કુંવારા જ રહ્યા અને સદીઓ પહેલા ગામ દેવના આ ત્યાગના માનમાં ગામલોકોએ વર્ષો પહેલા નક્કી કર્યું કે ગામમાંથી કોઈ વરરાજા ઘોડે ચઢીને જાન લઈને નહીં જાય અને કોઈ વરરાજા જાન લઈ પરણવા પણ નહીં આવે. આ પરંપરા સદીઓ બાદ આજે પણ નિભાવતા વરરાજાની કુંવારી બહેન માથે પાટી (વરરાજાની સામગ્રી) મૂકી જાન લઇ પરણવા આવે છે અને જાન લઈ ને પરણવા જાય છે. લગ્નવિધિ દરમિયાન નણંદ અને ભાભી મળીને મંગલ ફેરા ફરે છે.મંગલ ફેરા પૂર્ણ થયા બાદ, કન્યાને વરરાજાના ઘરે લઈ જવામાં આવે છે, જ્યાં ફરીથી લગ્નવિધિ કરીને દંપતીને વૈવાહિક બંધનમાં બાંધે છે. અંબાલા ગામના સુરસીંગ રાઠવાનું લગ્ન છે અને વરરાજા જણાવે છે કે, આ પરંપરા અમારા ગામના લોકો આજે પણ અડગ રીતે નિભાવી રહી છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.ભૂતકાળમાં બે વરરાજા ઘોડે ચઢીને જાન લઈને ગયા હતા પરંતુ તેમનું લગ્નજીવન સફળ રહ્યું નહોતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
