હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતમાં પ્રતિ યુઝર્સ માસિક મોબાઈલ ડેટા વપરાશ ૩૧ GBથી પણ વધુ
દેશના કુલ મોબાઇલ બ્રોડબેન્ડ ટ્રાફિકમાં 5Gનો હિસ્સો વધીને હવે આશરે ૪૭ ટકા જેટલો

નવી દિલ્હી,તા.૦૪: ભારતમાં ઈઝી ઈન્ટરનેટ એક્સેસ ટૂ ઓલની નેમ ટેલિકોમ કંપનીઓ અને સરકારે લીધી છે. દેશના દરેક ખૂણે મોબાઈલ નેટવર્ક અને ઝડપી ઈન્ટરનેટ સર્વિસ માટે થઈ રહેલા પ્રયાસોનું પરિણામ મળી રહ્યું છે. ભારતમાં પ્રતિ યુઝર્સ સરેરાશ માસિક મોબાઇલ ડેટા વપરાશ ૨૦૨૫માં ૩૧ જીબીને વટાવી ગયો છે. ૨૦૨૪માં પ્રતિ વ્યક્તિ માસિક વપરાશ ૨૭.૫ જીબી હતો.
ટેલિકોમ હેન્ડસેટ નિર્માતા) સાથે ભારત હવે વિશ્વનો બીજા ક્રમનો /સૌથી મોટો પજી સન્સ્ક્રાઇબર બેઝ ધરાવે નોકિયાના વાર્ષિક મોબાઇલ બ્રોડબેન્ડ ઈન્ડેક્સના રિપોર્ટમાં જણાવાયું હતું કે છે. ૨૦૨૫માં સમગ્ર ભારતમાં પજી નેટવર્ક્સ પર કુલ માસિક ડેટા વપરાશ ૧૨.૯ એક્સાબાઇટ્સ (ઈબી) સુધી પહોંચ્યો છે, જે એક વર્ષ પહેલા કરતા ૭૦ ટકાનો વધારો દર્શાવે છે. આ સાથે, દેશના કુલ મોબાઈલ બ્રોડબેન્ડ ટ્રાફિકમાં પજીનો હિસ્સો હવે આશરે ૪૭ ટકા છે.
આ રિપોર્ટ મુજબ, પ્રતિ વપરાશકર્તા સરેરાશ માસિક મોબાઇલ ડેટા વપરાશમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૮ ટકાના વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દરે વધ્યો છે. આ વૃદ્ધિ એડવાન્સ્ડ મોબાઇલ બ્રોડબેન્ડના ઝડપી વિસ્તરણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એપ્લિકેશન્સ, ઉચ્ચ-ગુણવત્તાવાળા ૪કે વીડિયો વ્યુઇંગ અને ક્લાઉડ ગેમિગ જેવી ડેટાકન્ઝપ્શન સર્વિસિસની વધતી માંગનું પરિણામ છે.
ઘરો અને ઓફિસોમાં કેબલ વિના હાઈ-સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરતા ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ યુઝર્સની સંખ્યાના સંદર્ભમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. રિપોર્ટ અનુસાર, કુલ પજી ડેટામાં એફડબલ્યુએનો હિસ્સો ૨૫ ટકાને વટાવી ગયો છે અને તેનો યુઝરબેઝ આધાર ગયા વર્ષની સરખામણીમાં બમણો થઈ ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
