હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એર ટિકિટના દર વધી ગયાઃ નાના રૂટની સફર પણ તોતિંગ મોંઘી
ફલાઈટ ટિકિટમાં ખિસ્સા ફાડ ભાવ વધારો

નવી દિલ્હી,તા.૦૪: ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે પ્રવાસીઓ પર પડી રહી છે. ક્રૂડ ઓઈલ અને ગેસની સપ્લાયમાં વિક્ષેપ પડ્યા બાદ હવે વિમાન માટેનું ફયુલ મોંઘુ થતા એર ટિકિટના દર વધી ગયા છે. એવિએશન ટર્બાઈન ફયુલ (ATF)ની કિમતમાં વધારો થયો છે એની સીધી અસર ટિકિટના ભાવમાં પડી રહી છે. એના પર હવે એરલાઈન્સ કંપનીઓએ એરલાઈન્સ ફયુલ સરચાર્જ પર ઝીંકી દીધો છે.
દેશના મોટાભાગના રૂટ પર ટિકિટના ભાવ છેલ્લા કેટલાક દિવસોમાં ૩૦થી ૩૫ ટકા વધી ગયા છે. ડોમેસ્ટિક એરલાઈન્સ માટે ATFમાં ૮.૫ ટકાનો વધારો થયો છે. ATF કોઈ પણ એરલાઈન્સ માટે તે સંચાલન ખર્ચના ૩૫ થી ૪૫ ટકા હિસ્સો ધરાવે છે, પરિણામે ઈંધણ જેવું મોંઘુ થાય છે ટિકિટના ભાવમાં સીધો વધારો ઝીંકી દેવામાં આવે છે. અંતે બધુ ગ્રાહકના ખિસ્સા પર આવીને અટકે છે. રિપોર્ટ અનુસાર ૧૬ એપ્રિલના રોજ થયેલા બુકિગ પર નજર કરવામાં આવે તો દિલ્હીથી ગોવાના સૌથી સસ્તા રૂટ પર ટિકિટ ?૮,૩૮૪થી શરૂ થાય છે.
ઈન્ડિગો પર આ જ રૂટ પરની એર ટિકિટ રૂ.૯,૦૩૮થી રૂ.૧૧,૦૯૮ ની વચ્ચે છે. થોડા અઠવાડિયા પહેલા આ જ ટિકિટ રૂ.૪૫૦૦થી રૂ.૬૦૦૦ની વચ્ચે રહી હતી. દિલ્હીથી બેંગ્લુરૂની ટિકિટનો દર રૂ.૧૨,૫૯૬ સુધી પહોંચી ગયો છે. આગલા દિવસે જો બુક કરાવવામાં આવે તો રૂ.૧૫થી ૧૭ હજાર સુધી પહોંચી શકે છે. જયપુરથી બેંગ્લુરૂના રૂટ પર ટિકિટના ભાવમાં સીધો ૩૦ ટકાનો વધારો થયો છે. જ્યારે જયપુરથી અમદાવાદની એર ટિકિટ રૂ.૭,૦૩૬ થી રૂ.૧૨,૪૪૩ની વચ્ચે છે. આ રકમ ગત વર્ષ કરતા ૧૫ ટકા વધારે છે. જયપુરથી મુંબઈન એર ટિકિટ રૂ.૬,૩૦૫ થી રૂ.૧૩,૪૮૧ની વચ્ચે છે. આ રૂટ પર સીધો જ ૧૦ ટકાનો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
જયપુરથી ગોવાની એર ટિકિટ રૂ.૧૩,૧૨૮ રૂપિયા સુધી પહોંચી ગઈ છે પણ માગ એટલી વધારે છે કે, ટિકિટના નિયમિતપણ ભાવ સ્થિર થતા નથી. સૌથી વધારે ડોમેસ્ટિક રૂટ કવર કરતી એરલાઈન્સ ઈન્ડિગોએ ૨ એપ્રિલથી નવો ઑપરેશન ચાર્જ લાગુ કરી દીધો હતો. ડોમેસ્ટિક રૂટ પર અંતરના હિસાબથી રૂ.૨૭૫થી રૂ.૯૫૦ સુધી વધારી દેવાયા હતા. એર ઈન્ડિયા અને અકાસા એરે પણ આ જ રીતે ઑપરેશન ચાર્જ લાગુ કરી દેતા ટિકિટ મોંઘી બની હતી.દિલ્હીથી લખનઉ જેવા નાનકડા રૂટ પર રૂ.૨૭૫, મુંબઈ-કોલકાતા રૂટ પર રૂ.૬૦૦, બેંગ્લુરૂ-હૈદરાબાદ રૂટ પર રૂ.૮૦૦ અને ચેન્નઈ પર રૂ.૯૫૦ વધારાના આપવા પડી રહ્યા છે. માત્ર ડોમેસ્કિટક જ નહીં ઈન્ટરનેશનલ ઉડાનમાં પણ કોઈ રાહત નથી.
અખાતી રૂટ કે મિડલ ઈસ્ટના રૂટ પર રૂ.૩૦૦૦ થી રૂ.૫૦૦૦, યુરોપ-યુકે રૂટ માટે રૂ.૧૦,૦૦૦ સુધીનો ઑપરેશન ખર્ચ લાગુ કરી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી મિડલ ઈસ્ટમાં ઈરાન સાથેની લડાઈ ખતમ નહીં થાય અને ક્રૂડ ઓઈલની સપ્લાય સામાન્ય નહીં થાય ત્યાં સુધી એર ટિકિટ સસ્તી નહીં થાય. સરકારે ડોમેસ્ટિક એરલાઈન્સને આંશિક રાહત આપી છે. સંપૂર્ણ રીતે ATFનો આર્થિક બોજ પ્રવાસીઓ પર નહીં નાંખવામાં આવે. ઈન્ટરનેશનલ રૂટ પર આવી કોઈ રાહત નથી. ટ્રાવેલ્સ પ્લાનને લઈન જેટલી વહેલી ટિકિટ બુક કરીએ એટલો પ્રવાસીઓને આર્થિક ફાયદો છે. બીજી તરફ વેકેશન અને ચૂંટણીના માહોલમાં એરલાઈન્સ કંપનીઓએ ટિકિટના ભાવ વધારતા અંતે અસર માણસના ખિસ્સાને આગ લગાડી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
