<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

મોસાદનું હેડકવાર્ટર તબાહ

ઇરાનના સતત હૂમલા ચાલુઃ ૪ દિ'માં ૧૦૦ જેટલી હાઇપર સોનિક મીસાઇલોના મારા પછી : ઇઝરાયેલમાં હાહાકારઃ ૭ શહેરો યુદ્ધની લપેટમાં: અનેક વિસ્‍તારો ખંઢેર જોવા મળ્‍યાઃ તેલ અવિવના એરપોર્ટ ઉપર પણ હૂમલોઃ પ્રજા ભયભીત બની રસ્‍તા ઉપર- સતત સરકાર સામે દેખાવો

નવી દિલ્‍હી તા.૪: ઇરાન અને ઇઝરાયેલ વચ્‍ચે ચાલી રહેલ યુધ્‍ધનો આજે ૩૬મો દિવસ છે ત્‍યારે ઇરાને છેલ્લા ત્રણ દિવસમાં એકસો જેટલી મિસાઇલો છોડી દેતા આ હૂમલામાં ઈઝરાયેલમાં ભારે તબાહી મચી ગઇ છે. ખાસ કરીને વિશ્વભરમાં જાણીતા ગુપ્‍તચર એજન્‍સી ‘‘મોસાદ''ના હેડ કવાર્ટરને આ હૂમલામાં ઉડાવી દેવાતા ઇરાને મોટી જીત મેળવી લીધી છે.

જો કે ઇરાન તરફથી ચાલી રહેલા આ હૂમલામાં આ સોૈથી મોટો હૂમલો ગણાવાય છે એટલુ જ નહી. આ હૂમલાથી પ્રજાજનો ભયભીત થઇ જતા  યુધ્‍ધ રોકોના બેનર સાથે લોકો દેખાળો કરી રહયા છે અને સરકારના સતાધીશોના બંગલા ઉપર એકઠા થઇને દરવાજા ખખડાવી અમને સુરક્ષિત રક્ષણ આપોના નારા મારી રહયા છે પરંતુ પ્રધાનો દરવાજા ખોલી રહયા નથી.

ખાસ કરીને ઇઝરાયેલમાં ક્ષણેક્ષણે સાયરનો વાગી રહી છે અને ભારે અંધાધૂધી ચાલી રહી છે અને તેલ અવિવમાં તો ભારે તબાહી થઇ છે અને હવે ઇઝરાયેલના અન્‍ય વિસ્‍તારો ઉપર પણ હૂમલા થઇ રહયા છે ત્‍યારે હવે ‘‘મોસાદ''ના હેડકવાર્ટરનો મહદઅંશે નાશ કરાયાનું ગઇરાતથી જ તસ્‍વીરો- વિડીયો અહેવાલ જગતભરમાં પ્રસારિત થતા જ હાહાકાર મચી ગયો છે.

જો કે તેમ ફેકટરી, શસ્‍ત્રોની ફેકટરી સહિતના મહત્‍વના મથકોનો નાશ થઇ રહયો છે. ત્‍યારે ઇઝરાયેલના પાટનગર તેલ અવીવમાં મોસાદના હેડકવાર્ટર ઉપર ઉપરાંત એરપોર્ટ ઉપર પણ ભારે હૂમલો થઇ ચૂકયો છે.

ઇઝરાયેલમાં અનેક રહેણાંક મકાનો- બિલ્‍ડીંગો ધ્‍વશત થઇ ગયા છે. અત્‍યાર સુધીના મળેલા સમાચાર મુજબ ઇઝરાયેલના ૭ શહેરોમાં તબાહી મચેલી છે અને ૧૫૦૦થી થી વધુ લોકો આ યુધ્‍ધમાં અત્‍યાર સુધીમાં મૃત્‍યુ પામ્‍યા છે.

બીજી તરફ ઇઝરાયેલથી સમાચારોખ ત્રુટક ત્રુટક કે મોડા મોડા મળી રહયા છે. ત્‍યારે અત્‍યાર સુધીમાં સેંકડો ઘાયલોથી હોસ્‍પિટલો પણ ભરાઇ ચૂકી છે. કેમ કે ઇઝરાયેલના અનેક વિસ્‍તારો ખંઢેર જેવા બની ગયા છે.

(11:15 AM IST)