કેનેડામાં ફરી ગેંગસ્ટરોનો આતંક: કારના શોરૂમ પર આડેધડ ગોળીબારથી ભયનો માહોલ
ખંડણી માટે વેપારીઓને ટાર્ગેટ: પીલ અને બ્રિટિશ કોલંબિયા વિસ્તારોમાં હુમલાઓ વધ્યા

કેનેડામાં દક્ષિણ એશિયાઈ વેપારીઓ અને કારના શોરૂમ્સ પર ગેંગસ્ટરો દ્વારા ખંડણી માંગવાના અને ડરાવવા માટે ગોળીબાર કરવાના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે.
કેનેડામાં સક્રિય વિવિધ ગુનાહિત ગેંગ્સ દ્વારા વેપારીઓ પાસે ખંડણી માંગવા અને તેમને ડરાવવા માટે હુમલાઓ કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં કેટલાક કારના ડીલરશીપ અને વેપારી મથકો પર આડેધડ ગોળીબારના બનાવો સામે આવ્યા છે. ખાસ કરીને પીલ રીજીયન (મિસિસાઉગા, બ્રેમ્પ્ટન) અને બ્રિટિશ કોલંબિયા જેવા વિસ્તારોમાં દક્ષિણ એશિયાઈ મૂળના વેપારીઓને વધુ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક રિપોર્ટ્સ મુજબ, વેપારીઓને વોટ્સએપ કે અન્ય માધ્યમો પર ધમકીભર્યા મેસેજ દ્વારા લાખો ડોલરની પ્રોટેક્શન મની માંગવામાં આવે છે. જો વેપારીઓ ખંડણી આપવાનો ઇનકાર કરે તો તેમના શોરૂમ કે મિલકત પર ડ્રાઇવ-બાય શૂટિંગ (ચાલુ ગાડીએ ગોળીબાર) કરવામાં આવે છે.
એક કેસમાં કારના શોરૂમ પર ૩૬ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કેનેડાની સ્થાનિક પોલીસ દ્વારા આ ખંડણી રેકેટને તોડવા અનેક શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે અને વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે, તેમ છતાં લોકો અને વેપારીઓમાં ભારે ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે. *









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
