<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

અમેરિકામાં ૫ કરોડ ડોલરનું હેલ્થકેર કૌભાંડ ઝડપાયું: એફબીઆઇ દ્વારા ડોક્ટર અને નર્સ સહિત ૮ ની ધરપકડ

કેલિફોર્નિયામાં નકલી હોસ્પાઇસ સેન્ટર ચલાવીને મેડિકેર સાથે લાખો ડોલરની છેતરપિંડી

અમેરિકામાં કરદાતાઓના પૈસા લૂંટવા માટે નકલી મેડિકલ બિલ બનાવી ૫ કરોડ ડોલરનું કૌભાંડ આચરનારા ૮ લોકોની એફબીઆઇએ ધરપકડ કરી છે.

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને એફબીઆઇએ સંયુક્ત કાર્યવાહી કરીને હેલ્થકેર સિસ્ટમ સાથે છેતરપિંડી કરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ૫ કરોડ ડોલરના મોટા કૌભાંડ બદલ ૧ ડોક્ટર, ૩ નર્સ અને ૧ મનોચિકિત્સક સહિત કુલ ૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો અમેરિકાની મેડિકેર સિસ્ટમનો ગેરલાભ ઉઠાવીને નકલી હોસ્પાઇસ કેર (જીવનના અંતિમ તબક્કામાં આપવામાં આવતી સારવાર) કેન્દ્રો ચલાવતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે જે દર્દીઓ મરવાના આરે ન હતા, તેમને પણ ખોટી રીતે ગંભીર બીમાર દર્શાવીને ગેરકાયદેસર રીતે કમિશન ચૂકવવામાં આવતું હતું અને સરકાર પાસેથી કરોડો ડોલરના દાવા પાસ કરાવવામાં આવતા હતા. એફબીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે કરદાતાઓના નાણાંની ઉચાપત કરનારાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે. પકડાયેલા તમામ આરોપીઓ સામે હેલ્થકેર ફ્રોડના ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં તેઓને વર્ષોની જેલની સજા થઈ શકે છે. *

(11:41 AM IST)