<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

રાજસ્તાનના જેસલમેર અને બિકાનેરમાં વાતાવરણ પલટાયુ :અચાનક જ વાવાઝોડા સાથે કરાનો વરસાદ થવા લાગ્યો

રણમાં ઊનાળામાં ધમધોકાર તડકો અને આકરી ગરમીનો અનુભવ થતો હોય ત્યાં બરફની ચાદર છવાયેલી જોવા મળી

જયપુર :સામાન્ય રીતે રાજસ્થાનના જે રણમાં ઊનાળામાં ધમધોકાર તડકો અને આકરી ગરમીનો અનુભવ થતો હોય છે, ત્યાં બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે.

 

રાજસ્તાનના જેસલમેર અને બિકાનેરમાં ઊનાળામાં વાતાવરણ પલટાઇ ગયુ છે. અચાનક જ વાવાઝોડા સાથે કરાનો વરસાદ થવા લાગ્યો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. એક તરફ કરાના વરસાદથી અહીંના સ્થાનિક લોકોને ભારે નુકસાન પહોંચ્યુ છે. બીજી તરફ જ્યાં નજર પડે ત્યાં બરફ જ બરફનો નજારો જોઇ અહીંના સ્થાનિકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યુ છે.

(11:44 AM IST)