<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

પાકિસ્‍તાનની ૮૦% વસ્‍તી ગે, બાકીની ૨૦% બાયસેક્‍સ્‍યુઅલ

ઇસ્‍લામિક રાષ્‍ટ્રમાં ધર્મ અને સંસ્‍કળતિના નામે છુપાયેલા રહસ્‍યો ખોલતા ખળભળાટ : ટ્રાન્‍સજેન્‍ડર એક્‍ટિવિસ્‍ટ હિના બલોચે પાકિસ્‍તાની સમાજના કહેવાતા નૈતિક મૂલ્‍યોના ધજાગરા ઉડાવ્‍યા

નવી દિલ્‍હી, તા.૪: પાકિસ્‍તાની સમાજમાં ધર્મ અને પરંપરાઓના ઓઠાં હેઠળ જે છુપાયેલું છે, તેને ટ્રાન્‍સજેન્‍ડર કાર્યકર્તા હિના બલોચે એક ઈન્‍ટરવ્‍યુમાં જાહેરમાં લાવીને ખળભળાટ મચાવી દીધો છે. હિનાએ અત્‍યંત હિંમતપૂર્વક દાવો કર્યો છે કે પાકિસ્‍તાનની ૮૦% વસ્‍તી ગે (સમલૈંગિક) છે અને બાકીની ૨૦% વસ્‍તી બાયસેક્‍સ્‍યુઅલ છે. તેણીએ સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું કે પાકિસ્‍તાનમાં વાસ્‍તવિક રીતે કોઈ વિજાતીય વ્‍યક્‍તિ છે જ નહીં. આ નિવેદને પાકિસ્‍તાનના રૂઢિચુસ્‍ત વર્ગમાં આગ લગાડી દીધી છે, કારણ કે જે દેશમાં લઘુમતીઓ અને ક્‍વિર સમુદાય પર અત્‍યાચાર ગુજારવામાં આવે છે, ત્‍યાં આ -કારના આંકડાઓ સમાજની બેવડી નીતિનો પર્દાફાશ કરે છે.

હિના બલોચના મતે, પાકિસ્‍તાનમાં લોકો સામાજિક -તિષ્ઠા, કૌટુંબિક દબાણ અને ધાર્મિક સજાના ડરથી પોતાની સાચી ઓળખ છુપાવીને જીવે છે. તેણીએ પોતાના બાળપણના કડવા અનુભવો શેર કરતા કહ્યું કે પાકિસ્‍તાની પુરુષો અનેસ્ત્રીઓ ધર્મ અને સંસ્‍કળતિનો હવાલો આપીને પોતાની કામવાસના અને જાતીય વલણને દબાવે છે, પરંતુ તે એક ઁખુલ્લું રહસ્‍યઁ છે જે દરેક પાકિસ્‍તાની જાણે છે. હિનાએ ઁખ્‍વાજા સારાઁ (ટ્રાન્‍સજેન્‍ડર) સમુદાયના શોષણની પણ વ્‍યથા ઠાલવી હતી, જેમાં લોકોને ભીખ માંગવા કે વેશ્‍યાવળત્તિ જેવા દલદલમાં ધકેલી દેવામાં આવે છે, જ્‍યારે સમાજના ઉચ્‍ચ વર્ગના લોકો જ અંધારામાં આ જ સમુદાયનો સંપર્ક કરતા હોય છે.

આ સનસનાટીભર્યા ઘટસ્‍ફોટ બાદ હિના બલોચને પાકિસ્‍તાનમાં જીવનું જોખમ ઊભું થયું હતું. ઁસિંધ મુરત માર્ચઁ અને ઁઔરત માર્ચઁ માં સક્રિય રહીને લઘુમતીઓના હક માટે લડતી હિનાને કાયદા અમલીકરણ એજન્‍સીઓ દ્વારા ત્રાસ આપવામાં આવ્‍યો અને તેનું અપહરણ કરવાનો પણ -યાસ થયો હતો. અંતે, કટ્ટરપંથીઓના હાથે મોતના ડરથી તેણીએ પાકિસ્‍તાન છોડવું પડ્‍યું. હાલમાં લંડનમાં શરણાર્થી તરીકે રહી રહેલી હિનાએ આંતરરાષ્‍ટ્રીય મંચ પરથી પાકિસ્‍તાની સમાજના એ પાખંડને ખુલ્લું પાડ્‍યું છે, જે દુનિયા સામે નૈતિકતાના પાઠ ભણાવે છે પણ અંદરખાને અત્‍યંત જટિલ અને વિરોધાભાસી લૈંગિક જીવન જીવે છે

(3:09 PM IST)