હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હોર્મુઝના ચક્રવ્યૂહમાં ભારતનો 'માસ્ટરસ્ટ્રોક': ઓમાનના નવા દરિયાઈ માર્ગે ઈરાની નાકાબંધી તોડી!
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટની કટોકટી વચ્ચે ભારતીય LNG ટેન્કર સહિત ચાર જહાજોએ મસ્કત નજીકથી નવો સુરક્ષિત રસ્તો શોધી કાઢતા વૈશ્વિક તેલ બજારમાં ભારતનો દબદબો વધ્યો

મસ્કત : મધ્ય પૂર્વમાં યુદ્ધની ભીષણ જ્વાળાઓ અને હોર્મુઝની નાકાબંધી વચ્ચે વૈશ્વિક અર્થતંત્ર માટે આશાનું કિરણ પ્રગટ્યું છે. ઓમાનના પ્રાદેશિક પાણીમાંથી એક નવો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ શોધી કાઢવામાં આવ્યો છે, જે ઈરાની સરહદ અને સંભવિત ખતરાઓને બાયપાસ કરે છે. સેટેલાઇટ ડેટા અને AIS સિગ્નલ દ્વારા પુષ્ટિ મળી છે કે ભારતીય કાર્ગો જહાજ 'MSV કુબા' સહિત ચાર વિશાળ જહાજો આ સાંકડી પટ્ટીમાંથી સુરક્ષિત રીતે પસાર થયા છે. આ નવો માર્ગ ફક્ત ભારત માટે જ નહીં, પરંતુ ઈરાનના દબાણ હેઠળ દબાયેલા સમગ્ર વિશ્વ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે તેમ છે.
ઓમાનના મસ્કતથી 350 કિમી દૂર સ્થિત આ માર્ગનો ઉપયોગ કરીને 'હબ્રુત' અને 'ધલકુટ' જેવા વિશાળ ક્રૂડ ઓઈલ કેરિયર્સ સાઉદી અરેબિયા અને UAE થી 20 લાખ બેરલ તેલ લઈને રવાના થયા છે. આ ઓપરેશન એટલું ગુપ્ત અને વ્યૂહાત્મક હતું કે ઈરાની સૈન્યને તેની ભનક સુદ્ધાં આવી નહોતી. ભારતીય LNG ટેન્કરની સફળ એન્ટ્રીએ સાબિત કરી દીધું છે કે ઊર્જા સંકટના કાળમાં ભારત હવે માત્ર પડોશી દેશોના ભરોસે નથી, પરંતુ સ્વતંત્ર વ્યૂહાત્મક વિકલ્પો પર કામ કરી રહ્યું છે. જો આ માર્ગ કાયમી ધોરણે સક્રિય થાય, તો હોર્મુઝ પર ઈરાનનો એકાધિકાર કાયમ માટે ખતમ થઈ શકે છે.
જોકે, આ નવા માર્ગની શોધથી પશ્ચિમ એશિયામાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે. અમેરિકા અને પશ્ચિમી રાષ્ટ્રો આ શોધને 'આર્થિક આઝાદી' તરીકે જોઈ રહ્યા છે, જ્યારે ઈરાન આને પોતાના પ્રાદેશિક પ્રભાવને પડકારવા તરીકે ગણાવી શકે છે. ભારત માટે આ નવો રસ્તો તેલના વધતા ભાવ અને મોંઘવારી સામે રક્ષણ આપતી ઢાલ સમાન છે. હવે જોવાનું એ રહેશે કે શું ઓમાન આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે આ માર્ગને કાયમી પરિવહન માટે ખુલ્લો રાખશે કે કેમ? હાલ પૂરતું તો, ભારતીય જહાજોએ હોર્મુઝના લોખંડી કિલ્લામાં ગાબડું પાડીને મધદરિયે મોટી જીત હાંસલ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
