હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: મમતા બેનર્જીના 'ગઢ' માં ગાબડું પાડશે મુસ્લિમ મતો? ઓવૈસી અને હુમાયુ કબીરના ગઠબંધનથી મચી શકે છે ખળભળાટ
બંગાળના રાજકારણમાં નવો વળાંક: શું મુસ્લિમ મતદારો તૃણમૂલનો સાથ છોડી 'મુસ્લિમ વિકલ્પ' તરફ વળશે? જાણો ૮૫ બેઠકોનું ગણિત અને બદલાતા સમીકરણો

કોલકાતા : પશ્ચિમ બંગાળની રાજકીય રણભૂમિમાં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે સૌની નજર રાજ્યના નિર્ણાયક ગણાતા મુસ્લિમ મતો પર ટકેલી છે. અત્યાર સુધી મુખ્યમંત્રી મમતા બેનર્જીની જીતનો મજબૂત પાયો ગણાતા આ મતદારો આ વખતે કંઈક નવું વિચારી રહ્યા હોય તેવા એંધાણ મળી રહ્યા છે. રાજ્યની આશરે ૩ કરોડથી વધુની મુસ્લિમ વસ્તી અને ૮૫ જેટલી નિર્ણાયક બેઠકો પર જેનો પ્રભાવ છે, તેવા મુસ્લિમ મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે, તે જાણવા માટે રાજકીય વિશ્લેષકો મથામણ કરી રહ્યા છે.
છેલ્લી ચૂંટણીઓમાં ભાજપને રોકવા માટે મુસ્લિમ મતદારોએ એકતરફી મતદાન કરીને મમતા બેનર્જીને સત્તા સોંપી હતી. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે. તૃણમૂલ કોંગ્રેસના જ પૂર્વ નેતા હુમાયુ કબીરે અસદુદ્દીન ઓવૈસીની AIMIM સાથે હાથ મિલાવીને 'આમ જનતા ઉન્નયન પાર્ટી' દ્વારા નવો મોરચો ખોલ્યો છે. હુમાયુ કબીરે ૧૦૦થી વધુ બેઠકો પર મુસ્લિમ ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરીને મમતા બેનર્જીની ઊંઘ ઉડાડી દીધી છે. મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર દિનાજપુર જેવા જિલ્લાઓમાં, જ્યાં મુસ્લિમ વસ્તી ૫૦%થી વધુ છે, ત્યાં આ નવો વિકલ્પ તૃણમૂલના મતોમાં ગાબડું પાડી શકે છે.
મમતા બેનર્જીએ હંમેશા NRC અને CAAનો ડર બતાવીને મુસ્લિમોને પોતાની તરફ રાખ્યા છે. ઇમામોના ભથ્થામાં વધારો અને લઘુમતી કલ્યાણ માટે ૫,૭૦૦ કરોડનું બજેટ ફાળવીને તેમણે મતો અંકે કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે, હુમાયુ કબીર અને ઓવૈસી હવે એવો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે તૃણમૂલે વસ્તીના પ્રમાણમાં મુસ્લિમોને ટિકિટ કેમ નથી આપી? બિહાર અને મહારાષ્ટ્રની જેમ બંગાળમાં પણ હવે 'મુસ્લિમ નેતૃત્વ'નો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે. જો આ નવું ગઠબંધન મુસ્લિમ મતો કાપવામાં સફળ રહેશે, તો તેનો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે, જે બંગાળના રાજકારણમાં મોટો ઉલટફેર લાવી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
