હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેરળમાં પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક: "૪ મેના રોજ લાલ કિલ્લા પર નહીં, કેરળમાં કેસરીયો લહેરાશે," LDF-UDF ના ગઢમાં ગાબડું!
ડાબેરીઓની 'માનવ સાંકળ' સામે જનતાની 'માનવ દિવાલ'નો હુંકાર: વડાપ્રધાને પોતાના અંગત સાથી અનુપને મેદાનમાં ઉતારીને કેરળની ચૂંટણીને ભાવનાત્મક વળાંક આપ્યો

તિરુવનંતપુરમ: દક્ષિણ ભારતના રાજકારણમાં રવિવારે એક નવો ઇતિહાસ લખાતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળની ધરતી પરથી ગર્જના કરી કે ૪ મેના રોજ રાજ્યમાં NDAની સરકાર બનશે. વર્ષોથી LDF અને UDF ના શાસન વચ્ચે ઝૂલતા કેરળમાં પીએમ મોદીએ પરિવર્તનનો શંખનાદ ફૂંકતા કહ્યું કે, આ વખતે જનતા ડાબેરીઓની 'માનવ સાંકળ' તોડીને ભાજપના સમર્થનમાં 'માનવ દિવાલ' બનીને ઉભી રહી છે. તેમણે અત્યંત આત્મવિશ્વાસ સાથે દાવો કર્યો કે ૯ એપ્રિલના મતદાન બાદ કેરળમાં એક એવું ઐતિહાસિક પરિવર્તન આવશે જેની કલ્પના વિપક્ષે ક્યારેય કરી નહોતી.
આ રેલીમાં પીએમ મોદીએ રાજકીય પ્રહારોની સાથે ભાવનાત્મક કાર્ડ પણ ખેલ્યું હતું. તેમણે પોતાના વફાદાર સાથી અને NDA ઉમેદવાર અનુપનો ઉલ્લેખ કરતા ભાવુક સ્વરે કહ્યું કે, "અનુપ છેલ્લા પાંચ વર્ષથી મારી સાથે ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે, અને આજે હું મારા આ વિશ્વાસુ સાથીને કેરળની જનતાની સેવા માટે સોંપી રહ્યો છું." તેમણે યુવા નેતૃત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે કેરળને હવે જૂના પુરાણા રાજકારણની નહીં પણ નવી ઉર્જાની જરૂર છે. 'મેરા બૂથ સબસે મઝબૂત' અભિયાન હેઠળ ૧.૨૫ લાખ કાર્યકરોની ફોજ મેદાનમાં ઉતારીને ભાજપે કેરળના ખૂણે ખૂણે પહોંચવાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે.
વિકાસના મુદ્દે પીએમ મોદીએ રાજ્ય સરકારને ભીંસમાં લેતા આંકડાકીય પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે કેરળને અગાઉની સરકારો કરતા પાંચ ગણું વધુ ભંડોળ આપ્યું હોવા છતાં રાજ્યમાં રસ્તાઓની હાલત ખરાબ છે અને મેડિકલ કોલેજો દયનીય સ્થિતિમાં છે. નવા પુલોના અભાવ અને માળખાગત સુવિધાઓમાં નિષ્ફળ રહેલી LDF-UDF ની જોડીએ માત્ર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો દાવો કરતા પીએમએ કહ્યું કે હવે કેરળના વિકાસનો સમય આવી ગયો છે. કેરળની આ ચૂંટણી હવે માત્ર સત્તાની લડાઈ નથી રહી, પણ પીએમ મોદીના 'વિકાસવાદ' અને પ્રાદેશિક પક્ષોના 'પરિવારવાદ' વચ્ચેનો સીધો જંગ બની ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
