હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇન્કમ ટેક્સ રિટર્નમાં ITR-1 ફોર્મમાં ૩ મોટા ફેરફારો : એક નાની ભૂલ અને ઘરે આવશે નોટિસ!
આકારણી વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવા નિયમો જાહેર : મ્યુચ્યુઅલ ફંડનો નફો : બે ઘરની આવક અને HRAના દાવા પર આવકવેરા વિભાગની 'AI' નજર : ૩૧ જુલાઈ પહેલા ચેતી જજો

નવી દિલ્હી : પગારદાર કરદાતાઓ માટે આ વખતે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું એ માત્ર આંકડાની રમત નહીં, પણ સાવધાનીની કસોટી સાબિત થશે. આવકવેરા વિભાગે મધ્યમ વર્ગના માનીતા ITR-1 (સહજ) ફોર્મમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. હવે તમારે સાવચેત રહેવું પડશે કારણ કે વિભાગની અદ્યતન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સિસ્ટમ તમારા ડેટાની એક-એક સેકન્ડની તપાસ કરી રહી છે. જો તમે જૂની આદત મુજબ ફોર્મ ભરશો, તો તમારું રિટર્ન 'ખામીયુક્ત' જાહેર થઈ શકે છે. સૌથી મોટો ફેરફાર શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે છે; હવે તમે ₹1.25 લાખ સુધીના લાંબા ગાળાના મૂડી લાભ ની વિગતો ITR-1 માં ભરી શકશો, પરંતુ જો નફો આ મર્યાદાથી એક રૂપિયો પણ વધ્યો, તો તમારે ફરજિયાત ITR-2 તરફ વળવું પડશે.
બીજો મહત્વનો ફેરફાર મિલકત ધરાવતા લોકો માટે છે. અત્યાર સુધી માત્ર એક જ ઘર ધરાવતા લોકો ITR-1 ભરી શકતા હતા, પરંતુ હવે બે ઘરની મિલકત ધરાવતા કરદાતાઓને પણ આ ફોર્મની મંજૂરી અપાઈ છે. જોકે, આ સુવિધા મોટી જવાબદારી સાથે આવે છે. તમારી ભાડાની આવક અને ટેક્સ કપાતની વિગતો તમારા વાર્ષિક માહિતી નિવેદન (AIS) સાથે સો ટકા મેચ થવી જોઈએ. બજેટ ૨૦portal-૨૫ના અમલીકરણ બાદ, ઇન્ડેક્સેશન વગરનો ૧૨.૫% ટેક્સ રેટ અને ટ્રાન્ઝેક્શનની ચોક્કસ તારીખો આપવી અનિવાર્ય બની ગઈ છે. ખોટી તારીખ અથવા ખોટો ટેક્સ રેટ પસંદ કરવાથી સીધો દંડ અને નોટિસ મળી શકે છે.
ટેક્સ ચોરી રોકવા માટે વિભાગે HRA (હાઉસ રેન્ટ એલાઉન્સ) અને TDS ના નિયમો લોખંડી બનાવી દીધા છે. હવે જો તમે HRA નો દાવો કરવા માંગતા હોવ, તો મકાનમાલિકનો PAN કાર્ડ નંબર આપવો ફરજિયાત છે, જેનો અર્થ છે કે નકલી ભાડાની રસીદો પકડાઈ જશે. બેંક વ્યાજથી લઈને ડિવિડન્ડ સુધીનો દરેક વ્યવહાર હવે 'કોન્સોલિડેટેડ TDS કોડ' હેઠળ ટ્રેક કરવામાં આવશે. ૩૧ જુલાઈ, ૨૦૨૬ ની છેલ્લી તારીખની રાહ જોયા વગર અત્યારથી જ દસ્તાવેજો તૈયાર કરવા હિતાવહ છે. યાદ રાખો, ઇન્કમ ટેક્સ વિભાગ પાસે હવે તમારા ખર્ચ અને કમાણીનું આખું રિપોર્ટ કાર્ડ ડિજિટલ સ્વરૂપે તૈયાર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
