હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"ટ્રમ્પ સાહેબ, કંઈક તો બોલો અમે કંટાળી રહ્યા છીએ": ઈરાને અમેરિકી પ્રમુખની ઉડાવી મજાક, ૨૪ કલાકમાં યુએસના ફાઈટર જેટ અને ડ્રોન તોડી પાડ્યાનો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ પોકળ સાબિત થયા: મધ્ય-પૂર્વમાં અમેરિકી સૈન્ય બેઝ પર ઈરાની મિસાઈલોનો મારો, શક્તિશાળી MQ-9 ડ્રોન અને વિમાનો તોડી પાડી ઈરાને દુનિયાભરમાં કરી ફજેતી

તેહરાન : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે અત્યંત ભયાનક અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. એકતરફ બંને પક્ષો સામસામે બોમ્બમારો કરી રહ્યા છે, ત્યારે બીજીતરફ ઈરાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પર આકરી મજાક ઉડાવીને વિશ્વભરમાં સનસનાટી મચાવી દીધી છે. ઝિમ્બાબ્વે સ્થિત ઈરાની દૂતાવાસે એક પોસ્ટમાં લખ્યું કે, ‘ટ્રમ્પ... પ્લીઝ કંઈક તો બોલો, અમે કંટાળી રહ્યા છીએ.’ આ કટાક્ષ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ઈરાને છેલ્લા ૨૪ કલાકમાં અમેરિકાના બે ફાઈટર જેટ, એક મોટું એરક્રાફ્ટ અને અનેક હેલિકોપ્ટર તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે.
તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એક સંબોધનમાં એવો દાવો કર્યો હતો કે ઈરાનની મિસાઈલ છોડવાની અને ડિફેન્સ કરવાની ક્ષમતા લગભગ ખતમ થઈ ગઈ છે. જોકે, ઈરાને છેલ્લા ૨૪ કલાકમાં જે આક્રમકતા બતાવી છે તેણે ટ્રમ્પના આ દાવાઓને ખોટા સાબિત કર્યા હોય તેમ જણાય છે. ઈરાન અત્યારે માત્ર ઈઝરાયલના તેલ-અવીવને જ નહીં, પરંતુ મધ્ય-પૂર્વમાં આવેલા અમેરિકન સૈન્ય બેઝને પણ સતત નિશાન બનાવી રહ્યું છે. આ હુમલાઓમાં અમેરિકાને મોટું સૈન્ય અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
યુદ્ધના મેદાનમાંથી મળતા અહેવાલો મુજબ, શુક્રવારે ઈરાની હુમલા દરમિયાન અમેરિકાનું એક અત્યાધુનિક ફાઈટર જેટ ક્રેશ થયું હતું. આ વિમાનનો એક પાયલટ હજુ પણ લાપતા છે, જેની શોધખોળ માટે અમેરિકી દળો આકાશ-પાતાળ એક કરી રહ્યા છે. ઈરાને અમેરિકાના શક્તિશાળી MQ-9 ડ્રોન અને ક્રૂઝ મિસાઈલોને હવામાં જ તોડી પાડીને પોતાની સંરક્ષણ ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. આ ઘટનાક્રમે અમેરિકી સેનાની પ્રતિષ્ઠા પર સવાલો ઉભા કર્યા છે અને ઈરાન અત્યારે આ યુદ્ધમાં મનોવૈજ્ઞાનિક સરસાઈ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
