હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરકારી કર્મચારીઓ માટે લોટરી! 8માં પગાર પંચમાં વિલંબ નથી, પણ ₹5 લાખ સુધીના એરિયર્સનો છે માસ્ટર પ્લાન
છઠ્ઠા પગાર પંચના ઈતિહાસનું થશે પુનરાવર્તન: ભલે 2028માં અમલ થાય, પણ જાન્યુઆરી 2026થી ગણાશે પગાર વધારો : 30 મહિનાના તોતિંગ બાકી લેણાંથી કર્મચારીઓના ખિસ્સા છલકાશે

નવી દિલ્હી : કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોમાં હાલ 8માં પગાર પંચના ગઠનને લઈને ભારે ચર્ચા અને થોડી ચિંતા જોવા મળી રહી છે, પરંતુ આ વિલંબ પાછળ એક મોટો આર્થિક ફાયદો છુપાયેલો હોઈ શકે છે. આર્થિક વિશ્લેષકોના મતે, સરકાર 6ઠ્ઠા પગાર પંચની પેટર્ન મુજબ આગળ વધી રહી હોય તેવું જણાય છે. વર્ષ 2006માં પણ અમલીકરણમાં અઢી વર્ષનો વિલંબ થયો હતો, પરંતુ જ્યારે તે લાગુ થયું ત્યારે કર્મચારીઓને એકસાથે 32 મહિનાનું એરિયર્સ (બાકી રકમ) મળ્યું હતું. અત્યારે પણ જો 8મું પગાર પંચ 2028માં અમલી બને, તો 1 જાન્યુઆરી 2026 થી અમલી ગણવાના કારણે કર્મચારીઓને આશરે 30 મહિનાનું ધરખમ એરિયર્સ મળવાની પૂરેપૂરી શક્યતા છે.
આ વખતે ફિટમેન્ટ ફેક્ટરમાં થનારો ફેરફાર પગારના માળખાને આખું બદલી નાખશે. ચર્ચા મુજબ, જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 નક્કી કરવામાં આવે, તો જે કર્મચારીનો લઘુત્તમ મૂળ પગાર હાલ ₹18,000 છે, તે વધીને સીધો ₹34,560 થઈ શકે છે. આનો અર્થ એ થયો કે દર મહિને ₹16,560નો સીધો વધારો થશે. જો આ વધારાને 30 મહિનાના એરિયર્સ સાથે ગુણવામાં આવે, તો માત્ર મૂળ પગારના તફાવત પેટે જ કર્મચારીને ₹5 લાખ જેટલી રકમ એકસાથે મળી શકે છે. આ ઉપરાંત DA (મોંઘવારી ભથ્થું), HRA (ઘર ભાડા ભથ્થું) અને TA (ટ્રાન્સપોર્ટ ભથ્થું) માં થનારો વધારો આ રકમને ક્યાંય ઉપર લઈ જશે.
જોકે, આ પ્રક્રિયામાં વિલંબ થવાનું મુખ્ય કારણ સરકાર પર પડતું આર્થિક દબાણ અને લાંબી વહીવટી પ્રક્રિયા છે. લાખો કરોડ રૂપિયાના વધારાના બોજને વ્યવસ્થિત કરવા માટે ડેટા એનાલિસિસ અને વિવિધ રિપોર્ટ્સમાં સમય લાગે છે. નિષ્ણાતો માને છે કે ભલે અત્યારે પ્રક્રિયા ધીમી લાગતી હોય, પણ જ્યારે 2027 કે 2028માં તેની ભલામણો જાહેર થશે, ત્યારે તે સરકારી કર્મચારીઓ માટે દિવાળી જેવો માહોલ લઈને આવશે. 7માં પગાર પંચની તુલનામાં 8મું પંચ લઘુત્તમ વેતન અને પગાર સ્તરના મર્જિંગમાં પણ મોટા ફેરફારો લાવી શકે છે, જે લાંબા ગાળે નિવૃત્તિના લાભોમાં મોટો ઉછાળો લાવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
