હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાવધાન! તમે જે ટૂથપેસ્ટ વાપરો છો તે અસલી છે કે નકલી? દિલ્હીમાં પ્રખ્યાત બ્રાન્ડના નામે ચાલતા નકલી ટૂથપેસ્ટના મસમોટા નેટવર્કનો પર્દાફાશ
કાંઝાવાલાના ગોડાઉન પર દિલ્હી પોલીસના દરોડા: હજારો કિલો કાચો માલ, બ્રાન્ડેડ પેકિંગ મટિરિયલ અને મશીનરી જપ્ત, નકલી ફેક્ટરીના માલિકની ધરપકડ

નવી દિલ્હી : સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એક મોટા કૌભાંડનો દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો છે. બાહ્ય દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં એક જાણીતી ટૂથપેસ્ટ બ્રાન્ડના નામે નકલી ટૂથપેસ્ટ બનાવી બજારમાં પધરાવી દેવાનું મસમોટું કારખાનું ઝડપાયું છે. લોકો જેને ભરોસાપાત્ર બ્રાન્ડ સમજીને ખરીદતા હતા, તે વાસ્તવમાં એક ગંદા ગોડાઉનમાં તૈયાર કરવામાં આવતું ઝેર સાબિત થયું છે.
દિલ્હી પોલીસને મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, શુક્રવારે કાંઝાવાલાના મહાવીર વિહાર વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ત્યાં પ્રખ્યાત બ્રાન્ડના લોગો ધરાવતી એડહેસિવ ટેપ, ગુંદર, હીટિંગ ગન અને પેકિંગ માટેનો મોટા પ્રમાણમાં કાચો માલ મળી આવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ એકમ કોઈ પણ પ્રકારના લાયસન્સ કે ગુણવત્તાના ધોરણો વગર ગેરકાયદેસર રીતે કાર્યરત હતું.
આ મામલે પોલીસે ફેક્ટરીના માલિકની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું તથા આ નકલી ટૂથપેસ્ટ કયા કયા શહેરોમાં સપ્લાય કરવામાં આવી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર બજારમાં મળતી બ્રાન્ડેડ વસ્તુઓની વિશ્વસનીયતા પર સવાલ ઉભા કર્યા છે. નિષ્ણાતોના મતે નકલી ટૂથપેસ્ટમાં વપરાતા હાનિકારક કેમિકલ્સ દાંત અને પેઢાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે, તેથી ગ્રાહકોએ ખરીદી કરતી વખતે પેકિંગ અને હોલોગ્રામની ખાસ ચકાસણી કરવી જોઈએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
