હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકામાં 'ગ્રેન્ડ ઓપરેશન': ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીની પુત્રી અને ભત્રીજીની ધરપકડ, ટ્રમ્પ વહીવટીતંત્રે ગ્રીન કાર્ડ રદ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા
લોસ એન્જલસમાં વૈભવી જીવન જીવીને ઈરાની શાસનનો પ્રચાર કરવાનો ગંભીર આરોપ: માર્કો રુબિયોના આદેશ બાદ ફેડરલ એજન્ટોની મોટી કાર્યવાહી, અમેરિકાને 'મહાન શેતાન' કહેનારી મહિલાઓ પર કસાયો સકંજો

વોશિંગ્ટન : પશ્ચિમ એશિયામાં વધતા જતા યુદ્ધના તણાવ અને અમેરિકા-ઈરાન વચ્ચેના સંઘર્ષની આગ હવે અમેરિકાની ધરતી સુધી પહોંચી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે એક અત્યંત ચોંકાવનારી અને મોટી કાર્યવાહી કરતા ઈરાનના ભૂતપૂર્વ શક્તિશાળી લશ્કરી કમાન્ડર કાસિમ સુલેમાનીની ભત્રીજી હમીદેહ સુલેમાની અફશર અને તેની પુત્રીની ધરપકડ કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શનિવારે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે આ બંને મહિલાઓ હવે અમેરિકન ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) ની કસ્ટડીમાં છે.
આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ તેમના ગ્રીન કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાની ધરતી પર રહીને અમેરિકા વિરોધી પ્રવૃત્તિઓ ચલાવનારાઓ માટે કોઈ સ્થાન નથી. હમીદેહ સુલેમાની પર આરોપ છે કે તે લોસ એન્જલસમાં રહીને ઈરાનના "આતંકવાદી અને સરમુખત્યારશાહી શાસન" નો પ્રચાર કરી રહી હતી. તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ દ્વારા તે અમેરિકી સૈનિકો પરના હુમલાની ઉજવણી કરતી હતી અને ઈરાનના સર્વોચ્ચ નેતાની પ્રશંસા કરતી હતી.
વિદેશ વિભાગના નિવેદન મુજબ, હમીદેહ સુલેમાનીએ જાહેરમાં અમેરિકાને "મહાન શેતાન" તરીકે સંબોધ્યું હતું અને ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. નોંધનીય છે કે અમેરિકા IRGC ને એક આતંકવાદી સંગઠન માને છે. ડ્રોન હુમલામાં માર્યા ગયેલા કાસિમ સુલેમાનીના પરિવારના સભ્યો અમેરિકામાં કાયમી રહેઠાણ (ગ્રીન કાર્ડ) ના આધારે આરામદાયક જીવન જીવતા હતા, જે હવે ટ્રમ્પ સરકારના કડક વલણને કારણે જોખમમાં મુકાયું છે.
આ ધરપકડ બાદ પશ્ચિમ એશિયાના રાજકારણમાં નવો વળાંક આવવાની શક્યતા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ દેશની આંતરિક સુરક્ષા અને વિદેશ નીતિ બાબતે જરા પણ બાંધછોડ કરવા માંગતા નથી. ખાસ કરીને જે લોકો અમેરિકામાં રહીને તેના જ હિતો વિરુદ્ધ પ્રચાર કરે છે, તેમના માટે હવે "ઝીરો ટોલરન્સ" ની નીતિ અપનાવવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
