હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકામાં 'શેતાન' કહીને એશ કરનારા ઈરાની શાસનના સમર્થકો પર ટ્રમ્પ સરકારની ત્રાટક: કાસિમ સુલેમાનીની ભત્રીજી અને પુત્રીના ગ્રીન કાર્ડ રદ, જેલભેગા કરાયા
યુએસમાં રહીને જ અમેરિકા વિરોધી આતંકવાદી માનસિકતા પોષનારા વિદેશી નાગરિકો સામે સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોનું કડક વલણ, સુલેમાની પરિવારની વૈભવી જીવનશૈલીનો અંત લાવી દેશનિકાલ કરવાની પ્રક્રિયા તેજ

વોશિંગ્ટન: અમેરિકાના નવનિયુક્ત વહીવટીતંત્રે દેશની સુરક્ષા અને આંતરિક સ્થિરતાને લઈને અત્યંત આક્રમક તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. વર્ષ ૨૦૨૦માં અમેરિકી ડ્રોન હુમલામાં ઠાર થયેલા ઈરાની લશ્કરી કમાન્ડર કાસિમ સુલેમાનીની ભત્રીજી હમીદેહ સુલેમાની અફશર અને તેની પુત્રી સામે ફેડરલ એજન્ટોએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ આ બંને ઈરાની મહિલાઓનો કાયદેસરનો કાયમી નિવાસી દરજ્જો (ગ્રીન કાર્ડ) તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે. આદેશ મળતાની સાથે જ બંનેને કસ્ટડીમાં લઈ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. રુબિયોએ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા હવે એવા લોકોને સહન નહીં કરે જેઓ અહીં રહીને અમેરિકાને 'મહાન શેતાન' ગણાવતા હોય અને આતંકવાદી શાસનનું સમર્થન કરતા હોય.
માર્કો રુબિયોએ જાહેર કરેલી વિગતો મુજબ, હમીદેહ અફશર અમેરિકામાં ગ્રીન કાર્ડ પર રહીને અત્યંત વૈભવી જીવન જીવતી હતી, પરંતુ તેની પ્રવૃત્તિઓ ભારત અને અમેરિકા જેવા લોકશાહી દેશો માટે જોખમી હતી. તે ઈરાની શાસનની પ્રખર સમર્થક હોવા સાથે અમેરિકનો પર થતા જીવલેણ હુમલાઓની ઉજવણી કરતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ અઠવાડિયે કડક કાયદાકીય જોગવાઈઓ હેઠળ તેમનો દરજ્જો રદ કરવામાં આવ્યો છે અને હાલમાં તેઓ ICE (ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ)ની કસ્ટડીમાં છે. ટ્રમ્પ વહીવટીતંત્રની આ કાર્યવાહી એવા વિદેશી નાગરિકો માટે લાલબત્તી સમાન છે જેઓ અમેરિકન વિરોધી વિચારધારા ધરાવે છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે વધુમાં જણાવ્યું છે કે અફશરના પતિ પર પણ અમેરિકામાં પ્રવેશવા પર કાયમી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં જ અમેરિકાએ ઈરાનના અન્ય એક પ્રભાવશાળી નેતા અલી લારિજાનીની પુત્રી ફાતિમા આર્દેશિર-લારિજાની સામે પણ આવી જ કડક કાર્યવાહી કરી હતી. લારિજાનીનું તાજેતરમાં ઇઝરાયલી હુમલામાં મોત થયું હતું. ટ્રમ્પ સરકારના આ આકરા પગલાંથી સ્પષ્ટ સંકેત મળે છે કે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે અમેરિકામાં રહેતા ઈરાની પ્રભાવશાળી પરિવારો પર પણ પડી રહી છે. અમેરિકી સરકાર હવે વિઝા અને ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં પણ કડક સ્ક્રીનિંગ કરી રહી છે જેથી રાષ્ટ્રવિરોધી તત્વોને દેશમાંથી બહાર હાંકી શકાય. આ શ્રેણીબદ્ધ કાર્યવાહીએ ઈરાની શાસન સાથે જોડાયેલા અને પશ્ચિમી દેશોમાં વસતા સમર્થકોમાં ફફડાટ ફેલાવી દીધો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
