તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
ઈરાન-અમેરિકા યુદ્ધ વધુ વકરશે?: હોર્મુઝની સામુદ્રધુની ખોલવા માટે ટ્રમ્પની ઈરાનને ૪૮ કલાકની આખરી ચેતવણી, નહીં તો વિનાશનો સામનો કરવા તૈયાર રહો
દરમિયાન કુવૈતના શુવૈખ તેલ મથક પર ઈરાનનો ભયંકર હુમલો: ઈરાને કુવૈત અને ઇઝરાયલ પર પોતાના હુમલાઓ તેજ કર્યા: પાકિસ્તાનની મધ્યસ્થી પર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીનું મોટું નિવેદન, ન્યાય શરતો જરૂરી: ઈસ્લામાબાદ જવા દર્શાવી તૈયારી: બહેરીન અને યુએઈમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર પણ નિશાન સાધ્યાના તાજા અહેવાલો; પરિણામે પંદરસો અમેરિકન સૈનિકો સુરક્ષિત સ્થળો તરફ પલાયન કરી રહ્યા હોવાનો દાવો

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુની ખોલવા માટે ઈરાનને ૪૮ કલાકની આખરી ચેતવણી આપી છે અને જો તેમ ન થાય તો વિનાશક હુમલાની ધમકી આપી છે, જેના વળતા પ્રહારમાં ઈરાને કુવૈત અને ઇઝરાયલ પર પોતાના હુમલાઓ તેજ કર્યા છે.
ઈરાને અમેરિકાની ધમકીને ફગાવીને કુવૈતના શુવૈખ તેલ સંકુલ પર માનવરહિત વિમાન (ડ્રોન) વડે હુમલો કર્યો છે, જ્યારે બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન યુદ્ધ અટકાવવા પાકિસ્તાનની મધ્યસ્થી સ્વીકારવા તૈયાર છે પરંતુ ન્યાયી શરતો પર જ સમજૂતી થશે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભયાનક વળાંક લઈ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ૪૮ કલાકની અંદર હોર્મુઝની સામુદ્રધુની ખોલવા અથવા વિનાશનો સામનો કરવા આખરી ચેતવણી આપી છે. જોકે, ઈરાનના સૈન્ય અધિકારીઓએ આ ધમકીને ગભરાહટભરી ગણાવીને ફગાવી દીધી છે. આ તંગદિલી વચ્ચે ઈરાને કુવૈતના શુવૈખ ઓઇલ સેક્ટર કોમ્પ્લેક્સ (તેલ સંકુલ) પર મોટો હુમલો કરી આગ લગાવી દીધી છે. આ ઉપરાંત બહેરીન અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર પણ નિશાન સાધ્યા હોવાના તાજા અહેવાલો છે. પરિણામે પંદરસો થી વધુ અમેરિકન સૈનિકો સુરક્ષિત સ્થળો તરફ પલાયન કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ, શાંતિ મંત્રણા માટે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા પ્રયાસોની ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે અમેરિકન સમાચાર માધ્યમો ખોટો પ્રચાર કરી રહ્યા છે, ઈરાન ક્યારેય શાંતિ વાર્તાથી પાછળ હટ્યું નથી. અરાઘચીએ કહ્યું કે તેઓ વાટાઘાટો માટે ઈસ્લામાબાદ જવા તૈયાર છે, પરંતુ ઈરાન પર લાદવામાં આવેલા આ ગેરકાયદેસર યુદ્ધનો અંત માત્ર ન્યાયી અને સ્થાયી શાંતિની શરતોના આધારે જ આવશે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
