<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રોની કંપની પર યુદ્ધમાંથી આર્થિક નફો કમાવવાનો સનસનીખેજ આરોપ

પશ્ચિમ એશિયાના દેશોને ડ્રોન સિસ્ટમ વેચવાનો પ્રયાસ, અમેરિકામાં રાજકીય વિવાદ વકર્યો

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બે પુત્રો, એરિક ટ્રમ્પ અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સાથે સંકળાયેલી એક ડ્રોન સ્ટાર્ટઅપ કંપની પર યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ડ્રોન વેચીને નફો રળવાનો ગંભીર આરોપ લાગ્યો છે.

 

અમેરિકાના રાજકારણમાં એક નવો અને ગંભીર વિવાદ ઊભો થયો છે. એક મીડિયા અહેવાલ મુજબ ફ્લોરિડા સ્થિત 'પાવરઅસ' નામની એક અમેરિકન ડ્રોન સ્ટાર્ટઅપ કંપની પશ્ચિમ એશિયાના યુદ્ધગ્રસ્ત દેશોમાં પોતાની અત્યાધુનિક ડ્રોન સિસ્ટમ વેચવા માટે મોટા પાયે સોદાબાજી કરી રહી છે. વિવાદનું મુખ્ય કારણ એ છે કે આ કંપની સાથે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રો - એરિક ટ્રમ્પ અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર સીધી કે આડકતરી રીતે સંકળાયેલા હોવાના અહેવાલો સામે આવ્યા છે.

 

 ટીકાકારોનો આક્ષેપ છે કે ટ્રમ્પ પરિવાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ભયાનક સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને પોતાની કંપની માટે આર્થિક ફાયદો મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. 

 

આ અહેવાલ બહાર આવતા જ અમેરિકન મીડિયા અને વિરોધી પક્ષો દ્વારા ટ્રમ્પ પરિવારની આકરી આલોચના થઈ રહી છે. જોકે, હજુ સુધી આ મામલે કંપનીના સંચાલકો કે ટ્રમ્પ પરિવાર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.*

(10:46 AM IST)