તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના પૂર્વ વડા જનરલ મોહમ્મદ અલબરાદેઈએ ટ્રમ્પને 'પાગલ' ગણાવ્યા
પ.એશિયામાં યુદ્ધ ભડકવા બદલ ટ્રમ્પ પર પ્રહાર: અખાતી દેશોને એકજૂટ થવા અપીલ: નહીં તો પ.એશિયામાં તબાહી મચશે, અસર સમગ્ર વિશ્વની શાંતિ પર પડશે: કહ્યું કે અમેરિકાની ઉશ્કેરણીજનક નીતિઓના કારણે જ અખાતી દેશો અત્યંત ભયંકર યુદ્ધની અણી પર ઊભા છે*

નવીદિલ્હી: આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (આઇએઇએ) ના પૂર્વ ડિરેક્ટર જનરલ મોહમ્મદ અલબરાદેઈએ પશ્ચિમ એશિયાની કથળતી પરિસ્થિતિ માટે ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવીને તેમને 'પાગલ માણસ' કહ્યા છે.
પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ દિવસને દિવસે વધુ વણસી રહી છે. આ ભયાનક વૈશ્વિક કટોકટી વચ્ચે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના ભૂતપૂર્વ વડા મોહમ્મદ અલબરાદેઈએ અમેરિકાની વિદેશ નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે.
અલ જઝીરા ન્યૂઝ નેટવર્ક સાથેની વાતચીતમાં અલબરાદેઈએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધા નિશાના પર લેતા તેમને એક 'પાગલ માણસ' તરીકે વર્ણવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાની ઉશ્કેરણીજનક નીતિઓના કારણે જ આજે અખાતી દેશો અત્યંત ભયંકર યુદ્ધની અણી પર ઊભા છે.
અલબરાદેઈએ તમામ આરબ અને અખાતી દેશોના નેતાઓને અપીલ કરી છે કે જો તેઓ આ વિનાશથી બચવા માંગતા હોય, તો તેમણે તાત્કાલિક ધોરણે એકજૂટ થઈને સામૂહિક રીતે પગલાં ભરવા પડશે. તેમણે ચેતવણી આપી હતી કે જો આંતરરાષ્ટ્રીય સમુદાય યોગ્ય સમયે કડક પગલાં નહીં ભરે, તો પશ્ચિમ એશિયામાં એવી તબાહી મચશે જેની સીધી અને લાંબા ગાળાની અસર સમગ્ર વિશ્વની શાંતિ પર પડશે.*
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
