તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
મધ્યપૂર્વમાં મહાયુદ્ધના ભણકારા: ઈરાનનો કુવૈત પર પ્રચંડ ડ્રોન હુમલો, અમેરિકી સૈન્ય મથકો અને તેલ ક્ષેત્રો ધણધણી ઉઠ્યા
અમેરિકાના મિસાઈલ હુમલાના જવાબમાં ઈરાની સેનાએ શાહેદ ડ્રોન વડે કુવૈતની ઉર્જા વ્યવસ્થાને કરી વેરવિખેર, ટ્રમ્પના 48 કલાકના અલ્ટીમેટમ બાદ ખાડી દેશોમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક અર્થતંત્ર પર મંડરાતું જોખમ

કુવૈત સિટી:પશ્ચિમ એશિયામાં ભભૂકી રહેલી સંઘર્ષની જ્વાળાઓ હવે સંપૂર્ણપણે બેકાબૂ બની હોય તેમ જણાય છે. ઈરાનની રીવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કુવૈત પર અત્યાર સુધીનો સૌથી મોટો અને વિનાશક ડ્રોન હુમલો કરી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. ઈરાની એરોસ્પેસ ફોર્સ દ્વારા છોડવામાં આવેલા ઘાતક 'શાહેદ-136' વન-વે એટેક ડ્રોન્સે કુવૈતના વ્યૂહાત્મક તેલ અને ગેસ ક્ષેત્રોને નિશાન બનાવ્યા છે. આ હુમલા એટલા પ્રચંડ હતા કે મિનિટોમાં જ કુવૈતના મોટાભાગના વિસ્તારોમાં 'બ્લેકઆઉટ'ની સ્થિતિ સર્જાઈ ગઈ હતી અને વીજળી ગુલ થઈ ગઈ હતી. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ માત્ર લશ્કરી કાર્યવાહી નથી, પરંતુ ઈરાન તરફથી અમેરિકા અને તેના મિત્ર દેશોને અપાયેલી સીધી ચેતવણી છે કે જો દબાણ વધશે તો ઉર્જા પુરવઠો સંપૂર્ણપણે ઠપ કરી દેવામાં આવશે.
આ ભીષણ હુમલા પાછળ અમેરિકાની તાજેતરની કાર્યવાહી જવાબદાર હોવાનું માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, કુવૈતમાં તૈનાત યુએસ આર્મીએ ઈરાનના ઉર્જા માળખાઓ પર અત્યંત આધુનિક PrSM ટેક્ટિકલ બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી, જેના પ્રત્યાઘાત રૂપે ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. આ ઘટનાક્રમ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું આખરી અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે જો હોર્મુઝ સ્ટ્રેટનો માર્ગ ખોલવામાં નહીં આવે તો વિનાશક પરિણામો ભોગવવા પડશે. આ ધમકીના જવાબમાં ઈરાને પણ મધ્યપૂર્વમાં રહેલા અમેરિકી દળોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા માટે લલકાર્યા છે, જેના કારણે બહેરીન સ્થિત યુએસ નેવીના પાંચમા બેડાના સૈનિકો અને તેમના પરિવારોમાં દોડધામ મચી ગઈ છે.
બીજી તરફ, ઈઝરાયલે ઈરાન અને લેબનોનમાં આક્રમક એરસ્ટ્રાઈક કરીને 340થી વધુ ઠેકાણાઓને તબાહ કરી નાખ્યા છે, જેનાથી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તેલ અવીવ જેવા શહેરોમાં સામાન્ય જનતા યુદ્ધના વિરોધમાં રસ્તા પર ઉતરી આવી છે અને પોતાની જ સરકાર વિરુદ્ધ પ્રદર્શનો કરી રહી છે. લોકોમાં ડર છે કે જો આ સંઘર્ષ લાંબો ચાલશે તો માત્ર મધ્યપૂર્વ જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું અર્થતંત્ર ધરાશાયી થઈ જશે. પેન્ટાગોન અને સેન્ટ્રલ કમાન્ડના આંકડાઓ ભલે ગમે તે કહે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈત જેવા દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો હવે ઈરાની મિસાઈલોની સીધી પહોંચમાં છે, જે ગમે ત્યારે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી શકે છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
